ઘરેલું કંપનીઓની બલ્લે-બલ્લે: વિદેશથી આયાત થતા કલર TV પર પ્રતિબંધ

technology-news-india
|

July 31, 2020, 8:57 AM


ઘરેલું કંપનીઓની બલ્લે-બલ્લે વિદેશથી આયાત થતા કલર TV પર પ્રતિબંધ.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ભારતની મેડ ઈન ઈન્ડિયાની લડાઈ બાદ હવે કોરોનાકાળની આર્થિક આપદાને સમજીને આત્મનિર્ભર બનવા માટે પીએમ મોદીના હુંકાર બાદ હવે એકબાદ એક સરકાર કડક નિર્ણય લઈ રહી છે.

કેન્દ્ર સરકારે હવે વિદેશથી આયાત થતા કલર ટીવી પર પ્રતિબંધ લાદ્યો છે.

કેન્દ્રની મોદી સરકાર ચીનની આર્થિક રીતે કમર તોડવા માટે થઈને એક પછી એક એમ મોટા નિર્ણયો લઈ રહી છે. છેલ્લા થોડાક દિવસમાં ચીનના 100થી પણ વધારે એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે હવે વિદેશમાંથી આવતા રંગીન ટીવી પર પણ બ્રેક લગાવી દીધો છે. ડીજીએટીએ આ સંબંધિત નોટિફિકેશન પર જાહેર કર્યુ છે. જણાવી દઈએ કે, દેશમાં સૌથી વધુ ટીવી સેટ ચાઈનામાંથી આવતા હતાં. અહીં ઉલ્લખેનીય છે કે, ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી અથડામણમાં ભારતના 20 જેટલા સૈનિકો શહીદ થયા હતા.

ચાઈનાના એપ પર પ્રતિબંધ

ભારતે વધુ 47 ચીની એપ પર પ્રતિબંધ મુકી દીધો છે. અગાઉ પણ અનેક એપ્લિકેશન પર ભારતમાં પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. સરહદે તંગદીલી વચ્ચે કેન્દ્ર સરકારે આ પગલુ ભર્યું છે. જોકે તેને કારણે ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીને ધમકી આપતા કહ્યું છે કે અમારી કંપનીઓના હિતોને સાચવવા માટે આગામી પગલા ભરવામાં આવશે.

ભારતે આર્થિક મોરચે ચીનને નુકશાનથી ચીન વ્યાકુળ

જ્યારે ચીનથી આવતા દરેક માલ સામાનની યોગ્ય ચકાસણી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચીની કંપનીઓને કેટલાક સરકારી કોન્ટ્રાક્ટમાંથી પણ દુર રાખવામાં આવી છે. ભારતે આર્થિક મોરચે ચીન સામે બાથ ભીડી છે જેને પગલે હવે ચીનના પેટમાં તેલ રેડાવા લાગ્યું છે.

ભારતે માર્કેટના સિદ્ધાંતોનું પાલન કરવું પડશે: ચીન

ગુરૂવારે ચીનની ભારત સ્થિત એમ્બેસીના પ્રવક્તા જી રોંગે જણાવ્યું હતું કે ભારત સરકાર અમારી કંપનીઓના હિતોનું રક્ષણ કરવા માટે જવાબદાર છે. ભારતમાં જે પણ આંતરરાષ્ટ્રીય રોકાણકારો છે તેમનું રક્ષણ કરવાની જવાબદારી પણ ભારત સરકારની છે અને આ દેશોમાં ચીન પણ સામેલ છે. ભારતે માર્કેટના જે સિદ્ધાંતો છે તેનું પાલન કરવું પડશે તેવી ધાક ધમકી પણ ચીને આપી હતી.

એપ બેનના ભારતના પગલાં ખોટા: ચીની એમ્બેસી પ્રવક્તા

આ સાથે જ ચીનની એમ્બેસીના પ્રવક્તાએ એવો પણ દાવો કર્યો હતો કે અમે ભારતની સરકાર સમક્ષ આ મામલો ઉઠાવ્યો છે અને જે પગલા લેવામાં આવ્યા તે ખોટા છે તેવી રજુઆત પણ કરી છે. જોકે ભારતે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં સ્પષ્ટતા કરી દીધી છે કે ચીનની જે પણ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેના દ્વારા સુરક્ષાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો.

અન્ય ઘણી ચીની એપ પર લટકતી તલવાર

અને આગામી દિવસોમાં અન્ય એપ્લિકેશન પર પણ તવાઇની શક્યતાઓ છે. ચીનની એમ્બેસીના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે ચીન પોતાની કંપનીઓ હિતોના રક્ષણ માટે યોગ્ય પગલા લેશે. આડકતરી રીતે ચીને ધમકી આપી છે કે હવે ભારત પણ અમારા આગામી પગલા માટે તૈયાર રહે.

Web Title: To promote local production, govt announces curbs on import of colour TVs