ઘરે બેઠા પણ ચેક કરી શકો છો JanDhan ખાતાનું બેલેન્સ, જાણો રીત

india-news
|

July 19, 2020, 8:00 PM


You Can Check Your Jan Dhan Account Balance From Anywhere, Learn Ways (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન દરમિયાન ગરીબોને તેમનું ગુજરાન ચલાવવામાં આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે કેન્દ્ર સરકારે પહેલા જ રાહત પેકેજ આપવાની જાહેરાત કરી હતી, જે હેઠળ સરકાર તરફથી મહિલાઓના જનધન ખાતામાં 500-500 રૂપિયા જમા કરાવવાની જાહેરાત કરાઈ છે. સરકારે 20 કરોડ મહિલાઓના જનધન ખાતામાં પહેલા તબક્કા હેઠળ અગાઉથી જ 500 રૂપિયા જમા કરાવી દીધા છે. તો આવી સ્થિતિમાં ઘણા લોકો તેમના ખાતાનું બેલેન્સ ચેક ઘરે બેઠા કેવી રીતે ચેક કરવું, તે જાણતા નથી. તો બીજી તરફ લોકડાઉન દરમિયાન સંક્રમણનો શિકાર ન બને તે માટે મોટાભાગની મહિલાઓ બેંક જવાનું પણ ઈચ્છતી નથી. તો આવી સ્થિતિમાં તમે કેવી રીતે જાણી શકશો કે, તેમના ખાતામાં 500 રૂપિયા જમા થયા છે કે નહીં… તો આજે અમને તમને ઘરે બેઠા જણાવીશું કે, જનધન ખાતામાં 500 રૂપિયા આવ્યા છે કે નહીં…..

ત્રણ રીતે જાણી શકો છો ‘જનધનમાં કેટલું છે બેલેન્સ’

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, તમે તમારા જનધન ખાતાનું બેલેન્સ ત્રણ રીતે જાણી શકો છો. (1) મિસ્ડ કોલ દ્વારા (2) PFMS પોર્ટલ દ્વારા (3) બેંકમાં જઈને… તો આમાંથી અમે તમને ઘરે બેઠા બેલેન્સ જાણવાની બે રીત વિશે જણાવીશું.

PFMS પોર્ટલપરથી બેલેન્સ જાણવાની રીત

 • PFMS પોર્ટલ પર જવા માટે પહેલા આ લિંક https://pfms.nic.in/NewDefaultHome.aspx#  પર ક્લિક કરો.
 • અહીં ‘Know Your Payment’ ઓપ્શન આપ્યું છે, તેના પર ક્લિક કરો
 • ત્યારબાદ અહીં તમે તમારો એકાઉન્ટ નંબર લખો.
 • અહીં તમારે બે વખત એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે.
 • એકાઉન્ટ નંબર નાખ્યા બાદ અહીં આપેલો કૈપ્ચા કોડમાં જે લખ્યું છે તે લખો.
 • હવે તમને તમારા ખાતાનું બેલેન્સ જોવા મળશે.

મિસ્ડ કોલ કરીને પણ જાણી શકો છો ‘તમારા જનધન ખાતાનું બેલેન્સ’

 • જો તમારું જનધન ખાતું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં છે તો તમે મિસ્ડ કોલ દ્વારા પણ બેલેન્સ જાણી શકો છો.
 • આ માટે તમારે 18004253800 અથવા 1800112211 નંબર પર મિસ્ડ કોલ કરવો પડશે.
 • એ યાદ રાખો કે, ગ્રાહકો તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી જ મિસ્ડ કોલ કરે.
 • ઉપરાંત તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 9223766666 પર કોલ કરીને પણ આ જાણકારી મેળવી શકો છો.
 • તમને જણાવી દઈએ કે, જુદી જુદી બેંકો માટે આ નંબરો જુદા જુદા હોઈ શકે છે, તેથી તમે તમારા એકાઉન્ટ પડેલી રાશી જાણવા માટે પાસબુક પરનો નંબર જોઈ શકો છો.

Web Title: You Can Check Your Jan Dhan Account Balance From Anywhere, Learn Ways