ઘુસણખોરી કરતા ચીનના બે ફાઈટર જેટ તાઈવાને તોડી પાડ્યા
world-news
|
September 04, 2020, 12:55 PM
| updated
September 04, 2020, 1:07 PM

vyaapaarsamachar.com
અમદાવાદ : ચીન પાડોશી દેશો સાથે અવળચંડાઈ કરવાની તેની નફ્ફટ હરકતોમાંથી બહાર નથી આવી રહ્યું. ચીન ભારતની સાથે-સાથે તાઈવાનની સીમામાં પણ ઘુસણખોરીના નાપાક ઈરાદા ધરાવી રહ્યું છે.
ચીનના બંને વખતના નાપાક ઈરાદાને ભારતે તો નિષ્ફળ બનાવ્યા હતા પરંતુ, આજે તાઈવાને પણ ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે.
તાઈવાનની એરસ્પેસમાં ઘુસણખારી કરતા ચીનના બે ફાઈટર જેટને તાઈવાન અને અમેરિકાની સંયુક્ત એરડિફેન્સે તોડી પાડ્યાના અહેવાલ છે.
ચીની સેનાના PLA Su Kia 35 ફાઈટર જેટ તાઈવાનની હવાઈસીમામાં પરવાનગી વગર ઘુસણખોરી કરતા તેને રોકવા માટે અમેરિકા-તાઈવાનની સંયુક્ત ADSએ ચેતવણી આપવા છતા ફાઈટર જેટ પરત ન ફરતા તેમના પર હુમલો કરીને જેટ તોડી પાડવામાં આવ્યા છે.
પ્રાથમિક અહેવાલ અનુસાર ફાઇટર જેટના પાઈલોટ ગંભીરરીતે ઈજાગ્રસ્તા થયા છે પરંતુ ચીન, અમેરિકા કે તાઈવાનના પ્રતિનિધિ તરફથી આ ઘટના અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.
— Vishal Kodwani (@vishalkodwani7) September 4, 2020
Web Title: PLAAF Su-35 fighter jet shot down by Taiwan/USA Airdefence