ચાંદીમાં ઉંચા મથાળે સતત બીજા દિવસે પ્રોફિટ બુકિંગ
commodity-news-india
|
July 24, 2020, 7:23 PM
| updated
July 24, 2020, 7:23 PM

અમદાવાદઃ ચાંદીના ભાવ સાત વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યા પછી સતત બીજા દિવસે આજે પ્રોફિટ બુકિંગના કારણે ઘટ્યા છે. અમેરિકામાં અર્થતંત્રની વૃદ્ધિ ધારણા કરતા મોડી આવશે એવા સંકેત વચ્ચે ઉદ્યોગોમાં વપરાતી ચાંદીના ભાવ ગુરુવારે ૦.૬૯ ટકા ઘટ્યા હતા. આજે ચાંદી સપ્ટેમ્બર વાયદો ૦.૭૭ ટકા કે ૧૮ સેન્ટ ઘટી ૨૨.૮૧ ડોલર અને હાજરમાં ૬ સેન્ટ વધી ૨૨.૬૫ ડોલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.
ભારતમાં પણ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ હાજર ચાંદી રૂ.૩૦૦ ઘટી રૂ.૬૧,૯૦૦ અને અમદાવાદ ખાતે રૂ.૩૧૫ ઘટી રૂ.૬૧,૮૭૫ પ્રતિ કિલોની સપાટીએ છે. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૧૧૩૭ ખૂલી, ઊપરમાં રૂ. ૬૧૪૦૦ અને નીચામાં રૂ. ૬૦૫૧૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૧૧ ઘટીને રૂ. ૬૦૭૭૯ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ રૂ. ૩૮૧ ઘટીને રૂ. ૬૦૯૨૧ અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ રૂ. ૪૦૬ ઘટીને રૂ. ૬૦૯૦૨ બંધ રહ્યા હતા. મિની ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૯ વધીને બંધમાં રૂ. ૫૦૯૧૧ ના ભાવ રહ્યા હતા.
Web Title: Profit booking on high level anther day in silver in Indian Market