ચાઇનીઝ એપ, કંપનીઓ બાદ હવે ચીની યુનિવર્સિટીઓ પર ભારતે ટાંક્યુ નિશાન

india-news
|

August 02, 2020, 4:51 PM

| updated

August 02, 2020, 4:53 PM


Chinese Apps, firms blocked, India could next target of university tie-ups.jpg

નવી દિલ્હીઃ સરહદે ચીનની હરકતોનો જડબાતોડ જવાબ આપવા માટે ભારત સરકાર ડ્રેગનને વધુ એક મોટો ઝટકો આપવાની તૈયારી રહી છે. જેમાં ભારતની નજર એવી સંસ્થાઓ પર છે જેમની ઉપર ભારતમાં ચીનના પ્રચાર-પ્રસારની શંકા છે.એવી 7 કોલેજ અને યુનિવર્સિટીઓની સમિક્ષા આગામી  સપ્તાહે કરવામાં આવનાર છે.  એવી જાણકારી મળી છે કે ચીને આ સંસ્થાઓની સાથે મળીને પોતાની કન્ફ્યુશિયસ સંસ્થાઓના સ્તાનિક ચેપ્ટર સ્થાપી દીધા છે. કન્ફ્યુશિયસ સંસ્થાઓનો અર્થ એ છે કે, તેમનું કામ જ  ચીનો પ્રોપેગેન્ડા ફેલાવાનો છે.

હવે શિક્ષણ મંત્રાલયે 54 એમઓયુની સમિક્ષા કરશે. પ્રાપ્ત અહેવાલ મુજબ, તે જાણીતી-પ્રખ્યાત યુનિવર્સિટી જેવી કે આઇઆઇટી, બીએસયુ, જેએનયુ, એનઆઇટી વગેરે અને ચાઇનીઝ યુનિવર્સિટીઓની વચ્ચે થયા છે. આથી વિદેશ મંત્રાલય અને યુજીસીને પત્ર મોકલવામાં આવ્યો છે.   

ચીની સરકાર તરફથી મળે છે કન્ફ્યુશિયસ સંસ્થાઓને નાણાં

કન્ફ્યુશિયસ સંસ્થાઓ સીધી રીતે ચીની સરકારના શિક્ષણ મંત્રાલય પાસેથી નાણાં પ્રાપ્ત કરે છે. તેમનું કામ ચીની ભાષાને સંસ્કૃતિનો પ્રસાર કરવાનો છે. વિતેલા કેટલાંક સમયથી કન્ફ્યુસિયસ સંસ્થાઓ દુનિયાભરમાં નિશાન ઉપર છે. અમેરિકા, બ્રિટને તેની સામે ચીની પ્રોપેગેન્ડા ફેલાવાનો આરોપ મૂક્યો છે. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં અહેવાલ આવ્યા હતા કે ઓસ્ટ્રેલિયા એ પણ પોતાને ત્યાં આવેલી આવી યુનિવર્સિટીની તપાસનો આદેશ આપ્યો હતો. દુનિયાભરન યુનિવર્સિટીઓ એવા ઘણા કોર્સ બંધ કર્યા હતા જેમનો સંબંધ કનફ્યુશિયસ સંસ્થાઓ સાથે હતો.

કન્ફ્યુશિયસ સંસ્થાઓ વિરુદ્ધ તપાસનો દેશ એવા સમયે આવ્યો છે જ્યારે ભારત અને ચીનની વચ્ચે તણાવ ચરમસીમા પર છે. ગલવાન ખીણમાં હિંસક અથડામણ બાદ ભારતે ચીન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યુ છે. ચીન વિરુદ્ધ ડિજિટલ સ્ટ્રાઇક કરીને 100થી વધારે ચાઇનીઝ એપ્સ પર ભારતે પ્રતિબંધ મૂક્યો છે. એટલુ જ નહીં ભારતના ઘણા પ્રોજેક્ટમાંથી ચાઇનીઝ કંપનીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે.

કઇ-કઇ યુનિવર્સિટીનું નામ

  • યુનિવર્સિટી ઓફ મુંબઇ
  • વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી 
  • લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર
  • ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી, સોનીપત
  • સ્કૂલ ઓફ ચાઇનીઝ લેંગ્વેજ, કોલકત્તા
  • ભારથિઅર વિશ્વવિદ્યાલય કોઇમ્બતૂર
  • કે આર મંગલમ્ યુનિવર્સિટી, ગુરુગ્રામ

આ યુનિવર્સિટીઓની સાથે-સાથે IIT, NIT, IISC, JNU, BHU વગેરે એ પણ ચાઇનીઝ કંપનીઓ સાથે ટાઇ-અપ કર્યુ છે, આવા 54 એમઓયુની પણ સમિક્ષા કરવામાં આવી શકે છે.    

Web Title: Chinese Apps, firms blocked, India could next target of university tie-ups