ચાઈનીઝ મોબાઈલ કંપનીઓને જોરદાર ઝાટકો, બીજા ક્વાર્ટરમાં ભારતમાં થયું ભારે નુકસાન

gadget-news-india
|

July 24, 2020, 9:50 PM

| updated

July 24, 2020, 10:23 PM


Chinese Smartphones' Market Share Slipped In India In June Quarter (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : ભારતીય માર્કેટમાં ચીની સ્માર્ટફોન બ્રાન્ડની હિસ્સેદારી એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઘટીને 72 ટકા પર પહોંચ્યું છે. અગાઉના ક્વાર્ટરમાં આ હિસ્સેદારી 81 ટકા હતી, જેનું મુખ્ય કારણ દેશમાં વધતી ચીન વિરોધી ભાવના અને કોવિડ-19ને કારણે પાર્ટ્સની સપ્લાયમાં અવરોધ ઉભો થવાના કારણે છે.

રિસર્ચ કંપની કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના એક અહેવાલ અનુસાર, દેશમાં સ્માર્ટફોન માર્કેટમાં ઓપ્પો, વિવો અને રીઅલમે જેવી ચીની બ્રાન્ડનું વર્ચસ્વ છે, પરંતુ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેમનો માર્કેટ હિસ્સેદારી ઘટી છે.

શુક્રવારે બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં દેશના સ્માર્ટફોનના વેચાણમાં વાર્ષિક ધોરણે 51 ટકાનો ઘટાડો થયો અને 1.8 કરોડ યુનિટથી થોડો વધુ રહ્યો. આનું મુખ્ય કારણ એપ્રિલ અને મે મહિનામાં કોવિડ-19ને કારણે દેશમાં લાગુ કરાયેલું લોકડાઉન હતું. આ બધા કારણો હોવા છતાં શાઓમીનો દબદબો યથાવત્ છે. બીજા ક્વાર્ટરમાં તેની ભારતીય માર્કેટમાં હિસ્સેદારી 29 ટકા રહી છે. શાઓમી બાદ બીજા નંબરે સેમસંગની ભારતીય માર્કેટમાં 26 ટકા હિસ્સેદારી છે.

કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના રિસર્ચ એનાલિસ્ટ શિલ્પી જૈને જણાવ્યું કે, એપ્રિલ-જૂન 2020માં ચાઇનીઝ સ્માર્ટફોન બ્રાન્ડનો હિસ્સો ઘટીને જાન્યુઆરી-માર્ચ 2020માં 81 ટકા હતો.

તેમણે કહ્યું, “ભારતીય માર્કેટમાં હિસ્સો ઘટવાનું કારણ ઓપ્પો, વિવો અને રીઅલમે જેવી ચીની મોટી સ્માર્ટફોન બ્રાન્ડની સપ્લાય પર અસર હોવાનું છે. ઉપરાંત દેશમાં ચીન વિરોધી ધારણા મજબૂત થવાની અસર પણ પડી છે. સરકારે પણ ચીન વિરૂદ્ધ કડક પગલાં ભર્યા છે. આ કડક પગલાંઓમાં 50થી વધુ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો અને ચીનથી આયાત થતી ચીજવસ્તુઓની સીમા પર વધુ તપાસ સામેલ છે.

ઉલ્લેખનિય છે કે, ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચેના તણાવ બાદ દેશમાં ચીન વિરોધી વાતાવરણ છે. ગલવાન વેલીની ઘટનામાં 20 ભારતીય સૈનિકો શહિદ થયા હતા. જોકે જૈને જણાવ્યું કે, સ્થાનિક ઉત્પાદન, સંશોધન અને વિકાસ કામગીરી, સારી ઉત્પાદન કિંમત અને મજબૂત વેચાણ ચેનલોના કારણે ચીની કંપનીઓએ ગ્રાહકો સમક્ષ થોડા વિકલ્પો બાકી રાખ્યા છે.

Web Title: Chinese Smartphones’ Market Share Slipped In India In June Quarter