ચીનની આ કંપનીએ ભારતમાં બિઝનેસ સમેટ્યો, 90 ટકા કર્મચારીઓની છટણી
india-news
|
July 17, 2020, 5:29 PM
| updated
July 17, 2020, 5:37 PM

મુંબઇઃ ચીનના દિગ્ગજ કોર્પોરેટ ગ્રૂપ અલીબાબ ગ્રૂપ હોલ્ડિંગ ગ્રૂપ લિમિટેડની સબસિડીયરી યૂસી વેબ (UC Web)એ ભારતમાં તેનો બિઝનેસ બિઝનેસ સમેટવાની શરૂઆત કરી દીધી છે. ભારત સરકાર દ્વારા ચીનની 59 મોબાઇલ એપ ઉપર પ્રતિબંધ મૂકાયા બાદ કંપની દ્વારા આ પગલું લેવાયુ છે, કારણ કે પ્રતિ બંધિત કરાયેલી આ 59 ચાઇનીઝ એપની યાદીમાં UC Web પણ હતી. બિઝનેસ સમેટવાની સાથે ભારતમાં આ કંપનીએ કર્મચારીઓની છટણી કરવાની શરૂઆત કરી દીધી છે. નોંધનિય છે કે, પ્રતિબંધિત કરાયેલી એપમાં કંપનીની વધુ બે એપ પણ શામેલ છે. UC Webના ભારત ખાતે 350 કર્મચારીઓ હતા.
પાછલા મહિને ભારત અને ચીનની સીના વચ્ચે લદ્દાખની ગલવાન ખીણમાં લોહીયાળ સંઘર્ષ થયુ હતુ, જેમા ભારતના 20 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદથી ભારતે ચીનની વિરુદ્ધ મોરચો માંડ્યો છે. દેશમાં પણ ચીન વિરુદ્ધ ભારે લોકઆક્રોશ છે, જેને પગલે તેઓ ચાઇનીઝ માલસામાનનો બહિષ્કાર કરવાની વાત કરી રહી છે. ચીનની 59 મોબાઇલ એપ પર પ્રતિબંધ મૂકવાનું એક કારણ એ પણ છે કે, આ એપથી ભારતની સુરક્ષા સામે મોટો ખતરો થઇ શકે છે. આ એપના ભારતીય યુઝર્સની માહિતી ચીનમાં પહોંચતી હોવાની પણ આશંકા વ્યક્ત કરાઇ છે. મોદી સરકારના આ પગલાને ડિજિટલ સ્ટ્રાઇક પણ કહેવાય છે.
આ બે કંપનીઓએ પણ બંધ કર્યો બિઝનેસ
UC Web બ્રાઉઝરે તો પોતાનો બિઝનેસ સમેટી લીધો છે, સાથે જ વીમેટ (vmate) અને યુસી ન્યૂઝ (uc news) એ પણ પોતાનો બિઝનેસ સમેટવાની તૈયારી કરી લીધી છે. UC Web બ્રાઉઝરે કંપનીની ગુરુગ્રામ અને મુંબઇની ઓફિસ બંધ કરી દીધી છે. ન્યુઝ એજન્સી રોઇટર્સના મતે એક પત્ર મોકલીને 15 જુલાઇના રોજ તમામ કર્મચારીઓને તેની માહિતી આપી હતી. એટલુ જ નહીં ક્લબ ફેક્ટરીએ તો પેમેન્ટ પણ અટકાવી દીધુ છે.
Web Title: Alibaba’s UC Web suspends operations in India, lays off 90% workforce