ચીનને વધુ એક ફટકો, IPL ક્રિકેટ ટર્નામેન્ટમાંથી ‘Vivo’ આઉટ

cricket-news-india
|

August 04, 2020, 5:27 PM

| updated

August 04, 2020, 5:47 PM


Vivo won't sponsor IPL cricket tournament this year.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હીઃ ચીનને ભારત તરફથી વધુ એક ફટકો લાગ્યો છે. ચાલુ વર્ષે આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં Vivo સ્પોન્સર તરીકે દેખાશે નહીં. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગમાં ચીની મોબાઇલ કંપની Vivoને સ્પોરન્સરને દેખાડવામાં આવતા  દેશમાં ચારે બાજુ ભારે વિરોધ-વિવાદ સર્જાયો હતો. હવે એવા અહેવાલ પ્રાપ્ત થયા છે કે આઇપીએલ 2020માં Vivo સ્પોરન્સ તરીકે નહીં દેખાશે. બીજા શબ્દોમાં કહીયો તો આઇપીએલ ક્રિકેટમાં Vivo આઉટ થઇ ગઇ છે.

આઇપીએલ મેનેજમેન્ટ કમિટીએ રવિવારે ટુર્નામેન્ટના પ્રમુખ સ્પોન્સરના રૂપમાં ચાઇનીઝ કંપનીઓની સાથે જળવાઇ રહેવાનોં નિર્ણય લીધો હતો. ભારત અને ચીનની વચ્ચે હાલ સરહદે વિવાદ ચાલી રહ્યો છે. આ કારણસર ચાઇનીઝ કંપનીઓ સામે વિરોધ ચાલી રહ્યો છે.  

નોંધનિય છે કે ઇન્ડિયમ પ્રીમિયર લીગની 13મી સીઝનનું આયોજન 19મી સપ્ટેમ્બરથી યુએઇમાં થવા જઇ રહ્યુ છે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 10મી નવેમ્બરના રોજ થશે.

નવા સ્પોન્સરની તલાશ શરૂ

હવે એવા સમાચાર આવ્યા છે કે આઇપીએલની માટે હવે એક નવા સ્પોન્સરની તલાશ કરી રહી છે. સુત્રોના મતે એક ભારતીય કંપનીની સાથે બીસીસીઆઇની વાતચિત ચાલી રહી છે. આ રેસમાં એક અમેરિકન કંપની પણ છે.

ભારત-ચીન વચ્ચેના સંબંધ સુધરે તો ફરી મળશે સ્પોન્સર  

હવે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં જો સુધારો આવે તો 2021થી 2023 સુધી ફરીથી VIVO સ્પોન્સર બની શકે છે. બીસીસીઆઇનો 2020 સુધી VIVO સાથે સ્પોન્સરશીપનો કોન્ટ્રાક્ટ છે. પરંતુ બદલાતી સ્થિતિમાં VIVO 2021થી 2023 સુધી રૂ.1400 કરોડની રકમના બદલામાં સ્પોન્સર બની શકે છે.  

Web Title: Vivo won’t sponsor IPL cricket tournament this year