ચીનમાં બ્રાઝીલથી આવેલા ચિકનમાં કોરોના વાઈરસ મળ્યો, ઈક્વાડોરના ઝીંગામાં પણ સંક્રમણનો દાવો

world-news
|

August 13, 2020, 4:50 PM

| updated

August 13, 2020, 5:04 PM


China Says Frozen Chicken Wings From Brazil Test Positive For Coronavirus.jpg

www.vyaapaarsamachar.com

બેઈજિંગ : ચીને કોરોના વાયરસને લઈ આશ્ચર્યજનક દાવો કર્યો છે. ચીને કહ્યું છે કે બ્રાઝિલથી મોકલેલા ચિકનમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. અગાઉ ઇક્વાડોરથી આયાત કરાયેલ ઝીંગામાં પણ કોરોના વાઈરસ મળ્યો હતો.

શેજેનના લોકલ ડિસિસ કંટ્રોલ સેન્ટર (CDC)ની તપાસ દરમિયાન બ્રાઝીલથી મોકલાયેલ ચિકનના સેમ્પલ લેવાયા હતા. તપાસ કરતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અધિકારીઓએ ગુરુવારે કહ્યું હતું કે બ્રાઝીલથી ચિકન સાથે મોકલાયેલ બીજા ફૂડ પ્રોડક્ટના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જોકે બ્રાઝીલને આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

શેજન સીડીસીએ બીજા દેશની ફૂડ પ્રોડક્ટ ખાવામાં સાવધાની રાખવાની અપીલ કરી છે. જૂનમાં ચીનની રાજધાની બેઈજિંગના શિનફેડી સીફૂડ માર્કેટમાં સંક્રમણના કેસ નોંધાયા હતા. ત્યાર પછી સરકાર હાલ ફૂડ પ્રોડક્ટના સેમ્પલ લઈને કોરોના ટેસ્ટ કરી રહી છે.

ચીનના વુહાન શહેરથી વિશ્વભરમાં કોરોનાની મહામારી ફેલાઈ છે. આશંકા છે કે સંક્રમણ અહીંના સૂ ફૂડ માર્કેટથી ફેલાયું હતું. સંક્રમણને લઈને વિવાદ થતા ચીને ઘણા પુશીઓના ખરીદ-વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.

ચીનથી ચિંતા વધારનાર સમાચાર આવ્યા છે. અહીં કોરોનાને હરાવનાર બે વ્યક્તિના મહિના પછી ફરી પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. હુબેઈમાં 68 વર્ષની એક મહિલા માં ડિસેમ્બરમાં સંક્રમણની પુષ્ટી થઈ હતી. રવિવારે તેનો રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. બીજો કેસ શાંઘાઈમાં નોંધાયો છે. એક વ્યક્તિ એપ્રિલમાં સંક્રમિત થયો હતો. સોમવારે ફરી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે આ લોકોમાં સંક્રમણના કોઈ લક્ષણ નથી.

Web Title: China Says Frozen Chicken Wings From Brazil Test Positive Coronavirus