ચીનમાં સુરત-મુંબઈના હીરાના વેપારીઓ સહિત 200ની અટકાયત, ઉદ્યોગકારોની ઓફિસો પણ બંધ કરાઇ
india-news
|
September 02, 2020, 9:35 PM

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદના કારણે બન્ને દેશોની સેના વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટના બાદ ભારત સરકારે ચીને ઘણા પ્રકારે ઘેર્યું હતું. કેન્દ્ર સરકાર તરફથી ઘણી એપ્લિકેશન પર પણ પ્રતિબંધ મૂક્યો હતો, જેનું મોટું આર્થિક નુકસાન ચીનને થયું છે, ત્યારે હવે એક મોટી ઘટના ચીનમાં બની છે. ચીન દ્વારા ભારત અને હોંગકોંગ સાથે જોડાયેલા હીરા ઉદ્યોગકારો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
હીરાની દાણચોરી મામલે ચીનની એજન્સીએ દરોડો પાડ્યો
- ચીનમાં હીરાની દાણચોરી મામલે ચીનની એજન્સીએ દરોડો પાડ્યો છે. એન્ટિ સ્મગલિંગ બ્યુરો દ્વારા દરોડા કરવામાં આવી છે. જેમાં સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગકારોની અટકાયત કરવામાં આવી છે.
- દરોડા દરમ્યાન હીરા ઉદ્યોગકારોની ઓફિસો પણ બંધ કરાઇ છે. ચીનના સેન્ઝેન, પાન્યુ અને ગોંગઝાઇ પ્રાંતમાં રેડ પાડવામાં આવી હતી.
- 200થી વધુ ટ્રેડિંગની ઓફિસો પર દરોડા પડાયા હતા. ભારતીય, ચીની અને ઇઝરાયેલી વેપારીઓની અટકાયત કરાઈ છે.
- 200 જેટલા હીરાના વેપારીઓની આ મામલે અટકાયત થઈ છે. હોંગકોંગથી ચીનમાં હીરા લઇ ગયા બાદ હિસાબો જ રજૂ ન કરાતા આ પગલા લેવાયા છે.
ધરપકડ કરાયેલાઓમાં સુરત-મુંબઈના હીરાના વેપારીઓ
- પકડાયેલા આરોપીઓમાં સુરત અને મુંબઈના ટોચની ડાયમંડ કંપનીઓના કર્મચારીઓ અને પરિવારનો સમાવેશ થાય છે.
- હોંગકોંગમાં પોલીશડ ડાયમંડ પર ડ્યુટી ફ્રી છે જયારે ચીનમાં 15 ટકા જેટલી ડ્યુટી લાગે છે.
- ચીનમાં હોંગકોંગથી હીરા આવી ગયા પછી ચીનમાં ડાયમંડ જવેલરી બનાવવામાં ઉપયોગમાં આવ્યા પછી તેનું વેચાણ થયું હતું. પણ તેના પર કોઈ ટેક્સ ભરાયો ન હતો.
- જાન્યુઆરી 2010માં પણ સુરત મુંબઈના 22 હીરા વેપારીઓ સ્મગલિંગના આરોપસર 3 વર્ષ જેલમાં રહ્યા હતા.
Web Title: Indian And Others Countries Diamond Traders Arrested In China, Accused Of Smuggling In Polished Diamonds