ચીન તિબેટમાં 146 અબજ ડોલરનાં ખર્ચે માળખાકીય સુવિધાઓ વિકસાવશે  

world-news
|

September 05, 2020, 2:58 PM


China plans $146 bn infra push in Tibet as tensions with India rise Report.jpg

vyapaarsamachar.com

અમદાવાદ : ભારત સાથે લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધીની સરહદે તણાવગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે ચીન બીજું મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. ચીન તિબેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં લગભગ 146 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. 

આ રોકાણો અગાઉથી જ જારી પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા ઉપરાંત નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે પણ કરવામાં આવશે.સેટેલાઇટ ફોટોગ્રાફ્સ દ્વારા તાજેતરના સમયમાં સરહદ નજીક ચીનની બાંધકામ પ્રવૃત્તિઓમાં વધારો થવાના સંકેતો દેખાઈ રહ્યા છે. તેમાં એરબેઝ, બેરેક અને મિસાઇલ સાઇટ્સનો પણ સમાવેશ છે.

ગત સપ્તાહે ચીનની સામ્યવાદી પાર્ટીની બેઠક દરમિયાન તિબેટના ભાવિની ચર્ચા કરવામાં આવી હતી. આમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે અત્યાર સુધી થયેલા કામની પ્રશંસા કરી હતી અને એમ પણ કહ્યું હતું કે આ ક્ષેત્રમાં વધુ કામ કરવાની જરૂર છે.ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી સિન્હુઆ અનુસાર જિનપિંગે કહ્યું છે કે ઘણા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને જાહેર સુવિધાઓ પૂર્ણ થવાને આરે છે.

જેમાં સિચુઆનથી તિબેટ વચ્ચેની રેલ્વે લાઇન, નેપાળથી તિબેટ વચ્ચે લાંબા સમયથી બાકી રહેલ રેલવે જોડાણ અને તિબેટમાં ડ્રાય પોર્ટનું નિર્માણ શામેલ છે.  સમાચાર એજન્સી રોઈટર્સે તેના સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે ચેંગ્ડુ અને લ્હાસાને જોડતી સિચુઆન-તિબેટ વચ્ચે રેલ્વે લાઇનનું નિર્માણ આગામી અઠવાડિયામાં શરૂ થશે. એવું માનવામાં આવે છે કે લગભગ 270 અબજ યુઆનના ખર્ચે બનાવવામાં આવતા રેલ સેક્શનમાં સૌથી પડકારજનક બાબત ભારત સાથે જોડાયેલ સરહદની ભૌગોલિક સ્થિતિ છે.

Web Title: China plans $146 bn infra push in Tibet as tensions with India rise: Report