ચીન પર વધુ એક ઘા, એપ પર પ્રતિબંધ બાદ હવે ચીની લોકોના વીઝા અંગે લીધો મોટો નિર્ણય

india-news
|

September 04, 2020, 12:45 PM


media-handler.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : ચીન સાથે જ્યાં સીમા પર તણાવની સ્થિતિ છે ત્યાં બીજી બાજુ ભારતે વધુ એક મોટો નિર્ણય લીધો છે. ભારતે ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના એક સીનિયર અધિકારીની અધ્યક્ષતાવાળા બિન સરકારી સંગઠન (NGO)ના લોકોની વીઝા એપ્લીકેશનની સઘન તપાસના આદેશ આપ્યા છે .આ મામલા સાથે સંબંધિત એક સૂત્રએ આ જાણકારી આપી છે.

ચાઇનીઝ અસોસિએશન ફોર ઇન્ટરનેશનલ અંડરસ્ટેંડિંગ (CAIFU)નું સખત નિરિક્ષણ એવા સમયે શરૂ થયુ છે જ્યારે ભારત અને ચીન વચ્ચે સૌથી ગંભીર સીમા વિવાદ ચાલી રહ્યો છે. આ અઠવાડિયે ભારતે ઇન્ટરનેટ સેવાઓના ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ દર્શાવવા માટે 118 ચાઇનીઝ મોબાઇલ એપ પર બૅન લગાવ્યો છે. તેની પહેલા ભારત સરકારે ચીની કંપનીઓ તરફથી કરવામાં આવતા ઇન્વેસ્ટમેન્ટના માપદંડો અને નિયમોને વધુ સખત બનાવી દીધા હતાં.

ભારતના રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ છે NGOના કામ!

ભારતીય અધિકારીઓએ જણાવ્યા અનુસાર, સરકાર ચીનના જે NGO સાથે જોડાયેલા લોકોની વીઝા એપ્લીકેશનની સ્ક્રૂટની કરવા જઇ રહી છે, તેની સાથે સંબંધિત કમ્યુનિસ્ટ પાર્ટી સેન્ટ્રલ કમિટીના યુનાઇટેડ ફ્રંટ વર્ક ડિપાર્ટમેન્ટ સાથે છે. યુનાઇટેડ ફ્રંટ વર્ક ડિપાર્ટમેન્ટ ચીનની બહાર નેતાઓ, થિંક ટેંકના સભ્યો અને મીડિયાને પ્રભાવિત કરવાનું કામ કરે છે. મામલા સાથે સંબંધિત બે અધિકારીઓએ જણાવ્યું કે ભારત સરકારે એક ઇન્ટરનલ મેમોમાં આ એનજીઓને ચિંતા ઉભી કરનાર જણાવ્યું છે. સાથે જ સરકારે આ વાતના સંકેત પણ આપ્યા છે કે આ એનજીઓની પ્રવૃત્તિઓ ભારતના રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ હોઇ શકે છે.

વીઝા એપ્લીકેશનની બારીકાઇથી થશે તપાસ

એક અધિકારીએ જણાવ્યું કે ભારત સરકારના આ નિર્ણય બાદ NGOના પ્રતિનિધિ અથવા તેની તરફથી સમર્થિત ગ્રુપો સાથે સંબંધિત લોકોને વીઝા આપવા માટે ખૂબ જ સઘન તપાસમાંથી પસાર થવુ પડશે. અધિકારીએ જણાવ્યું કે, ભલે વીઝા માટે અરજી કરનાર થિંક ટેંકર્સ હોય કે વેપારી, તેમની વીઝા એપ્લીકેશનની ખૂબ જ બારીકાઇથી તપાસ કરવામાં આવશે.

ચીની વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

સાથે જ બીજી બાજુ ચીનના વિદેશ મંત્રાલયનું કહેવુ છે કે આ NGOના ચીફ નેશનલ પીપલ્સ કોંગ્રેસના ઉપાધ્યક્ષ જી બિંગક્સુઆન છે. મંત્રાલયના આ NGO બિન લાભકારી છે અને તમામ દેશોના સામાજિક સંગઠનો સાથે વાતચીત કરે છે. મંત્રાલયે જણાવ્યું કે આ NGOનો હેતુ ચીનના લોકો અને ભારત સહિત દુનિયાના અન્ય દેશોના લોકો વચ્ચે મિત્રતા અને પરસ્પર ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે કહ્યું કે આ NGO સંસ્કૃતિઓ અને સભ્યતાઓ વચ્ચે આદાન-પ્રદાનને પણ પ્રોત્સાહન આપે છે.

LAC પર તણાવ

LAC પર ભારત-ચીનમાં તણાવ જણાવી દઇએ કે ભારત તરફથી લેવામાં આવેલો આ નિર્ણય એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ સમયે બંને દેશોમાં એલએસી પર તણાવની સ્થિતિ છે. ગુરુવારે ચોથા દિવસે સતત ભારત-ચીન સેના વચ્ચે બ્રિગેડ કમાન્ડર સ્તરની મિટિંગ ચાલી રહી છે. તેમાં કોઇ સહમતિ બનતી અત્યાર સુધી નથી જોવા મળી. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે તણાવમાં વધારો ન થાય એટલા માટે વાતચીત જરૂરી છે.

Web Title: India steps up scrutiny of visa requests of Chinese influence group CAIFU