ચેક બાઉન્સના કેસોને બિન અપરાધિક બનાવવા અંગે CAITને વાંધો, FMને લખ્યો પત્ર
money-and-banking
|
July 20, 2020, 6:13 PM
| updated
July 20, 2020, 6:16 PM

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા ચેક બાઉન્સના કેસોને બિન અપરાધિક કેસો બનાવવાના પ્રસ્તાવ સામે અગ્રણી વેપારી સંખ્યા કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT/કેટ) એ ચિંતા વ્યક્ત કરતો પત્ર નાણાં પ્રધાન સિતારમને લખ્યો છે. CAITએ સિતારમનને લખેલા પત્રમાં ગંભીર ચિંતા વ્યક્ત કરી છે જેમાં સરકાર નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ-1881ની કલમ-138ને બિન અપરાધિક બનાવવાનો પ્રસ્તાવ મૂકાયો છે. CAITએ દેશભરના વેપારીઓ તરફથી આ મામલે મોટો વાંધો ઉઠાવતા કહ્યુ કે, આવા પ્રકારના પગલાંથી ન માત્ર ચેકની પવિત્રતા ઘટશે પરંતુ ભારતના બેન્કિંગ ક્ષેત્રની વિશ્વસનિયતા જાળવી રાખવાના પગલાંઓને પણ ઠેસ લાગશે.
CAITએ કહ્યુ કે, ભારતની વર્તમાન વેપાર વ્યવસ્થામાં મોટા સ્તરે પોસ્ટ ડેટેડ ચેકનું ચલણ છે જે મારફતે ઓછી મૂડી ધરાવતા વેપારીઓને પોસ્ટ ડેટેડ ચેક આપતા થોડાંક સમય માટે ઉધાર નાણાં મળી જાય છે, જેનાથી તેમનો વેપાર-ધંધો ચાલુ રહે છે અને સમય આવતા પોસ્ટ ડેટેડ ચેક દ્વારા તેઓ પોતાની ચૂકવણી કરી શકે છે.
આ મામલે CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભારતોયા એ કહ્યુ કે, સરકારનું આ પગલુ દેશમાં નાના કેસોને અદાલતમાં ન લઇ જવા તેમજ અદાલતમાં કેસોનો બોજ ઘટાડવા અંગે સારો વિચાર હોઇ શકે છે. પંરતુ વેપારથી સંબંધિત એક મહત્વપૂર્ણ કલમ-139ને બિન અપરાધિક બનાવવાથી એવા લોકોની હિંમત વધશે જેમની દાનત જ અપરાધી જેવી છે અને ચેક આપી વેપારીઓ પાસેથી સામાન લઇને ગાયબ થઇ જાય છે અને છેલ્લે આપેલા ચેક પણ બાઉન્સ થાય છે.
જો આ કલમને બિન અપરાધિક બનાવી દેવાશે તો ઇમાનદાર વેપારીઓ જેઓ પોસ્ટ ડેટેડ ચેક આપીને માલ લે છે, તેમને મોટી મુશ્કેલીઓ પડશે તો બીજી બાજુ દેશમાં ન માત્ર વેપારી પણ સામાન્ય લોકો પણ હપ્તેથી ઘણો સામાન ખરીદે છે અને હપ્તાના રૂપમાં પોસ્ટ ડેટેડ ચેક આપે છે અને જો આ કલમને બિન અપરાધિક બનાવાશે તો કોઇ પણ પોસ્ટ ડેટેડ ચેકનો સ્વીકાર કરશે નહીં. પોસ્ટ ડેટેડ ચેક એ ભારતના વેપારમાં એક મહત્વપૂર્ણ સાધન છે જે એક રીતે ક્રેડિટની માટે જામીનગીરીના રૂપમાં કાર્ય કરે છે.
ભારતીય અદાલતોમાં કેસોનો ચૂકાદો આવતા વર્ષે વીતિ જાય છે. કલમ-138માં ઘણી કડક જોગવાઇઓ હોવા છતાં દેશભરની અદાલતોમાં ચાલી રહેલા કેસોમાં 20 ટકાથી વધારે કેસો માત્ર ચેક બાઉન્સની તપાસ સંબંધિત છે. જો તેને બિન અપરાધિક બનાવાશે તો બેક બાઉન્સની ઘટનાઓ અને કેસોમાં ચોક્કસપણ જંગી વધારો થશે.
Web Title: CAIT objected to making Decriminalisation of cheque bounce, wrote a letter to FM