છ મહિનાના ઘટાડા બાદ ભારતમાં સોનાની આયાત જુલાઇમાં ફરી વધી

commodity-news-india
|

August 06, 2020, 4:52 PM

| updated

August 06, 2020, 4:52 PM


India’s Gold imports rebound in July after slump in first half.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હીઃ પીળી કિંમતી ધાતુના ભાવ ઐતિહાસિક ઉંચાઇએ પહોંચા છતા છ મહિના બાદ દેશમાં ફરી સોનાની માંગ વધતા આયાતમાં વૃદ્ધિ જોવા મળી છે. ચાલુ વર્ષે જુલાઇમા પાછલા વર્ષના સમાન મહિનાની તુલનાએ સોનાની આયાત લગભગ 25 ટકા વધી છે. ચીન બાદ ભારત સાનો બીજો સૌથી મોટો ખરીદદાર દેશ છે. લોકડાઉનમાં છુટછાટ બાદ સોનાની માંગ ફરીથી વધી રહી હોવાનું જોવા મળ્યુ છે.

ચાલુ વર્ષે જુલાઇમાં સોનાની આયાત 25.5 ટન પર પહોંચી જ્યારે પાછલા વર્ષે જુલાઇમાં 20.4 ટન સોનાની આયાત થઇ હતી. જૂનની તુલનાએ જુલાઇમાં સોનાની આયાત લગભગ બમણી રહી છે. સુત્રો આ માહિતી આપી છે. આ અંગે નાણાં મંત્રાલયના પ્રવક્તા રાજેશ મલ્હોત્રે આ બાબતે કોઇ પ્રતિક્રિયા આપી નથી.

જુલાઇમાં સોનાની આયાતમાં વાર્ષિક તુલનાએ વૃદ્ધિ દેખાઇ છે. તો પણ થઇ શકે છે કે, તે 2020ના પ્રથમ છ મહિનામાં આયાતમાં 79 ટકાના ઘટાડાને ભરપાઇ કરવા માટે પુરતુ ન હોય. ચાલુ વર્ષે સોનાની માંગમાં મોટો ઘટાડો થવાનો અંદાજ છે.

કોરોના મહામારીને પગલે માંગ ઘટી અને ભાવ આસામને પહોંચી જતા સોનાની માંગ પર ગંભીર પ્રતિકુળ અસર થઇ છે. તે ઉપરાંત લોકડાઉનથી વેપાર પણ અસ્ત-વ્યસ્ત થઇ ગયા છે. ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન એન અંનત પદ્મનાભના મતાનુસાર દેશમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસના સંક્રમણના કેસોના લીધે સોનાની હાજર માંગમાં ઘટાડો આવ્યો છે.    

Web Title: India’s Gold imports rebound in July after slump in first 6 month in Year 2020