જંગી દેવુ ભારતને ડુબાડશે, ડેટ-ટુ- GDP રેશિયો ઝડપથી વધીને 87.6% પહોંચશે

india-news
|

July 20, 2020, 5:24 PM

| updated

July 20, 2020, 5:26 PM


India's debt-to-GDP ratio to shoot up to 87.6 per cent towards the end of the current fiscal.jpg

મુંબઇઃ કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનના લીધે ભારતીય અર્થવ્યવસ્થા સામે મોટી મુસિબત ઉભી થઇ શકે છે. એસબીઆઇના અર્થશાસ્ત્રીના મતે હાલની કોરોના વાયરસની મહામારીને પગલે ભારત દ્વારા વધારે પ્રમાણમાં દેવુ કરવામાં આવી રહ્યુ છે જેના પગલે ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના અંતે ભારતનો ડેટ-ટુ- જીડીપી રેશિયો ઝડપથી વધીને 87.6 ટકાના સ્તરે પહોંચી શકે છે જે વર્ષ 2019-20ના અતે 72.2 ટકા હતો.

અર્થશાસ્ત્રીએ જણાવ્યુ છે કે, ડેટ-ટુ જીડીપી રેશિયોમાં 4 પોઇન્ટની વૃદ્ધિ એ વિકાસદરમાં ઘટાડાને આભારી છે, જે વર્ષ દરમિયાન જીડીપી ગ્રોથના સંકોચનમાં પરિણમશે. સરકારે નાણાકીય રૂઢચુસ્તતાને બદલે વિકાસને ધ્યાનમાં લેવાના પગલાં પર ભાર મૂક્યો હતો.  

રિપોર્ટમાં જણાવ્યુ છે કે, દેવાની ઉંચી રકમ FRBM (ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ) એક્ટ, 2003થી અન્ય દિશા દોરી જશે, જેમાં નાણાકીય વર્ષ 2030 સુધીમાં દેશનું કુલ દેવુ જીડીપીના 60 ટકા સુધી કરવાનું લક્ષ્યાંક નક્કી કરાયુ છે. ઋણ બોજ ટકાઉ છે કે નહીં તે મુખ્ય મુદ્દો છે, આંતરિક દેવુ એ વધારે ચિંતાજનક વાત નથી જ્યારે 500 અબજ ડોલરના વિદેશ હૂંડિયામણથી બાહ્ય દેવુની પતાવટ કરી શકાય છે.

રિપોર્ટમાં જણાવ્યુ છે કે, પ્રવર્તમાન પરિસ્થિતિમાં ભારતના વિકાસદરમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે અને તેના આધારે આપણે વ્યાજ – વૃદ્ધિ તફાવત નાણાકીય વર્ષ 2020મમાં સકારાત્મક બની શકે છે, આથી દેવાની સ્થિરતા પર ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. અહીં સકારાત્મક પાસું એ છે કે બોરોઇંગ ઉપર યીલ્ડ ઘટી છે જે કેન્દ્ર અને રાજ્યો બંને માટેના વ્યાજખર્ચમાં ઘટાડો લાવશે.  

તેમણે ઉમેર્યુ કે, “અમે ભારપૂર્વક ભારપૂર્વક કહીએ છીએ કે ડાયરેક્ટ મોનેટાઇઝેશન એ ગાણિતિક અને પ્રાધાન્યપૂર્ણ નીતિ વિકલ્પ બંને છે કે જે ઓછા ખર્ચે ઋણ લેવાની સુવિધા આપે છે અને ઓછામાં ઓછા ફુગાવાની અપેક્ષાઓ ઘટાડી શકે છે.”

ગાણિતિક દ્રષ્ટિકોણથી, તેઓએ દલીલ કરી હતી કે જો આરબીઆઈ ફક્ત ખુલ્લા બજારના કામકાજ પર આધારીત છે, તો બેન્કોએ તેમની વધારાનો સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો (એસએલઆર) ઘટાડવાનો રહેશે, જે હાલમાં 28.5 ટકા છે. આવા સંજોગોમાં, ધિરાણ વૃદ્ધિમાં 6 ટકાનો વધારો કરવો પડશે, જે હાલ મુશ્કેલ લાગે છે.

“અમે ભારતીય સંદર્ભમાં માનીએ છીએ, જો આપણે કોવિડ પેર્પેચ્યુલ બોન્ડ જેવા વિકલ્પો દ્વારા સરકારની ખાધ પુરવણને યોગ્ય રીતે ચલાવીએ તો, સરકાર હવે ઓછા દરે લાંબા ગાળાની જામીનગીરીઓ ઇશ્યૂ કરવાનો લાભ લઈ શકે છે કારણ કે હાલ વ્યાજદરો ઘટી રહ્યા છે.”

Web Title: India’s debt-to-GDP ratio to shoot up to 87.6 per cent towards the end of the current fiscal