જન-ધન એકાઉન્ટની કુલ સંખ્યા 40 કરોડને પાર, આટલા કરોડ રૂપિયા જમા

money-and-banking
|

August 03, 2020, 4:50 PM

| updated

August 03, 2020, 4:50 PM


Pradhan Mantri Jan Dhan Bank accounts number crossed 40-crore mark.jpg

નવી દિલ્હીઃ મોદી સરકારે તમામ લોકોને બેન્કિંગ સુવિધા પૂરી પાડવા માટે શરૂ કરાયેલા કાર્યક્રમ પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ અત્યાર સુધીમાં 40 કરોડથી વધારે બેન્ક એકાઉન્ટ ખોલ્યું છે. યોજનાની શરૂઆત છ વર્ષ પહેલાં કરાઇ હતી. તાજેતરનાં આંકડા મુજબ અત્યાર સુધી 40.05 કરોડ લોકોએ જનધાન ખાતા ખોલાવ્યા છે અને આ ખાતાઓમાં 1.30 લાખ કરોડ રૂપિયાથી વધારે રકમ જમા થઇ ગઇછે.  

જનધન ખાતામાં આ સફળતા યોજનાની છઠ્ઠી વર્ષગાંઠથી થોડાંક દિવસ પહેલાં જ હાંસલ થઇ છે. યોજનાની શરૂઆત 28ઓગસ્ટ 2014માં કરાઇ હતી. યોજનાનો ઉદ્દેશ્ય દેશના તમામ લોકોને બેન્કિંગ સુવિધા પહોંચાડવાનો છે.

નાણાં મંત્રાલાય હેઠળના નાણાકીય સેવા વિભાગ (ડીએફએસ)એ એક ટ્વિટમાં કહ્યુ છે, દુનિયાના સૌથી મોટા નાણાકીય સમાવેશ કાર્યક્રમ, PMJDY હેઠળ વધુ એક સિમાચિહ્ન હાંસલ કર્યુછે. આ યોજના હેઠલ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા 40 કરોડને વટાવી ગઇ છે.    

PMJDY હેઠળ ખોલવામાં આવેલા જનધન ખાતા મૂળભુત બચત બેન્ક ખાતું છે. તેની સાથે રૂપે કાર્ડ અને ખાતાધારકને ઓવરડ્રાફ્ટ આપવાની વધારાની સુવિધા મળે છે.

લઘુતમ રકમની જરૂર નથી

જનધન ખાતામાં ધારકને લઘુતમ રકમ રાખવાના નિયમમાંથી મૂક્તિ મળે છે. યોજનાની સફળતા માટે સરકારે 28 ઓગસ્ટ 2018 બાદ ખોલવામાં આવેલા જનધન ખાતાની સાથે અકસ્માત વીમાની રકમ વધારીને બે લાખ રૂપિયા કરી દેવામાં આવી છે જે અગાઉ એક લાખ રૂપિયા હતી. તેની સાથે ખાતામાં ઓવરડ્રાફટ સુવિધાની સીમા પણ વધારીને 10,000 રૂપિયા કરી દેવાઇ છે. સરકારે યોજના હેઠળ દરેક ઘરમાંથી ખાતું ખોલવાના બદલે પોતું ધ્યાન હવે પ્રત્યેક વયસ્કનું બેન્ક ખાતું હોવા ઉપર કેન્દ્રિત કર્યુ છે.  

જનધનના 50 ટકાથી વધારે ખાતા મહિલાઓના

જનધન ખાતાધારકોમાં 50 ટકાથી વધારે મહિલા ખાતેદારો છે અને સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કોરોનાવાયરસની મહામારીમાં ગરીબનો મદદ કરવા માટે ત્રણ સમાન માસિક હપ્તામાં કૂલ 1500 રૂપિયા મહિલાઓના જનધન ખાતામાં જમા કર્યાછે. સરકારે 26 માર્ચ 2020ના રોજ જનધન ખાતાધારકોને ખાતામાં એપ્રિલથી ત્રણ મહિના સુધી દર મહિને 500 રૂપિયાની સહાય રકમ આપવાની જાહેરાત કરી હતી.      

Web Title: Pradhan Mantri Jan Dhan Bank accounts number crossed 40-crore mark