‘જરૂરી નથી ટાટા સરનેમ ’ : બહારની વ્યક્તિને પણ મળી શકે છે ટાટા ટ્રસ્ટની કમાન

share-market-news-india
|

July 21, 2020, 4:24 PM

| updated

July 21, 2020, 4:54 PM


Tata Family Has No Special Right, A Non-Tata May One Day Head The Trusts, Says Ratan Tata In Supreme Court (1).jpg

www.vyaapaarsamachar.com

  • ટાટા પરિવારનો ટાટા ટ્રસ્ટ પર કોઈ વિશેષ ધિકાર નથી
  • ખુદ ટાટા ટ્રસ્ટ્સના અધ્યક્ષ રતન ટાટાએ SCમાં આ વાત જણાવી
  • એક વ્યક્તિનું જીવન નિશ્ચિત છે જ્યારે આ સંસ્થાઓ કામ કરતી રહેશે : રતન ટાટા
  • રતન ટાટાએ SCમાં કહ્યું, વર્તમાનમાં ટાટા સન્સના અધ્યક્ષ ટાટા પરિવારના નથી
  • ટાટા સન્સમાં પરિવારના સભ્યોને કોઈ વિશેષ અધિકાર અથવા ભૂમિકા અપાઈ નથી

મુંબઈ : ટાટા પરિવારનો ટાટા ટ્રસ્ટ પર કોઈ વિશેષ ધિકાર નથી અને ભવિષ્યમાં પરિવારની બહારની વ્યક્તિ પણ આ પદ સંભાળી શકે છે. તાજેતરમાં જ ખુદ ટાટા ટ્રસ્ટ્સના અધ્યક્ષ રતન ટાટાએ સુપ્રીમ કોર્ટમાં આ વાત જણાવી છે. તેમણે કહ્યું કે, હાલમાં હું આ ટ્રસ્ટનો અધ્યક્ષ છું. ભવિષ્યમાં અન્ય વ્યક્તિ પણ આ પદ સંભાળી શકે છે અને જરૂરી નથી કે તેની અટક ટાટા જ હોય. એક વ્યક્તિનું જીવન નિશ્ચિત છે જ્યારે આ સંસ્થાઓ કામ કરતી રહેશે.

મિસ્ત્રી પરિવારની માલિકીની કંપની સાયરસ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં રતન ટાટાએ જણાવ્યું કે, ટાટા ટ્રસ્ટ જ નહીં ટાટા સન્સના ચેરમેન પદ પર પણ ટાટા પરિવારનો કોઈ વિશેષ અધિકાર નથી. આ વાત રતન ટાટાએ એવા સમયે કહી, જ્યારે માનવામાં આવી રહ્યું છે કે તેઓ ટાટા ટ્રસ્ટ્સના મેનેજમેન્ટને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બદલવાની યોજના પર કામ કરી રહ્યા છે.

સમિતિની રચના થઈ શકે છે

આ કેસની જાણકારી રાખનાર એક અધિકારીએ જણાવ્યું કે, ટાટા વિવિધ ક્ષેત્રના ટોચના લોકોની એક સમિતિની નિમણૂંક કરી શકે છે. આ સમિતિમાં ખાસ એવા લોકોને સમાવવામાં આવી શકે છે, જેઓ પરોપકાર અને માનવતાની પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા છે. ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ બંનેની કમાન સંભાળનારા રતન ટાટા છેલ્લા ચેરમેન હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, વર્તમાનમાં ટાટા સન્સના અધ્યક્ષ ટાટા પરિવારના નથી.

રતન ટાટાએ સુપ્રીમ કોર્ટમાં વધુમાં જણાવ્યું કે, ટાટા સન્સમાં ટાટા પરિવારના સભ્યોનો 3 ટકાથી ઓછી હિસ્સો છે. પરિવારના સભ્યોને કોઈ વિશેષ અધિકાર અથવા ભૂમિકા આપવામાં આવી નથી. હોલ્ડિંગ કંપનીમાં ગ્રુપ કંપનીઓ કુલ 13 ટકા હિસ્સો છે અને તેમાં કોઈ વિશેષ અધિકાર નથી.

Web Title: Tata Family Has No Special Right, A Non-Tata May One Day Head The Trusts, Says Ratan Tata In Supreme Court