જળમાર્ગે ટ્રાન્સપોર્ટેશનને પ્રોત્સાહન આપવા સરકારે વોટરવે યુઝેસ ચાર્જ માફ કર્યો

india-news
|

July 24, 2020, 4:15 PM

| updated

July 24, 2020, 4:17 PM


Shipping Ministry waives waterways usage charges to promote Inland water transport.jpg

નવી દિલ્હીઃ દેશમાં જળમાર્ગે પરિવહન અને ઇકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશનને પ્રોત્સાહન આપવા ભારત સરકારના શિપિંગ મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેના થકી હવે દેશની અંદર જળમાર્ગે માલસામાનનું પરિવહન સસ્તુ થશે.

શિપિંગ મંત્રાલયે ઇનલેન્ડ જળમાર્ગને એક પુરક, ઇકો ફ્રેન્ડલી અને પરિવહનના સસ્તા સાધનના રૂપમાં પ્રોત્સાહન આપવાના ભારત સરકારના દ્રષ્ટિકોણને રેખાંકિત કરતા આજે તાત્કાલિક ધોરણે જળમાર્ગના ઉપયોગ પર વસૂલવામાં આવતો યુઝેસ ચાર્જ માફ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વાર ત્રણ વર્ષની માટે આ યુઝેસ ચાર્જ માફ કરવામં આવ્યો છે.

રાજ્યકક્ષાના કેન્દ્રિય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, વર્તમાનમાં કુલ કાર્ગોના 2 ટકાનું જ પરિવહન જળમાર્ગે થાય છે. વોટરવે-ચાર્જ માફ કરવાનો નિર્ણય ઉદ્યોગોને તેમની લોજિસ્ટિક જરૂરિયાતો માટે રાષ્ટ્રીય જળમાર્ગનો ઉપયોગ કરવા માટે આકર્ષિત કરશે. પરિવહનની આ રીત ઇકો- ફ્રેન્ડલી અને સસ્તી હોવાથી, તે ન માત્ર અન્ય ટ્રાન્સપોર્ટેશનના અન્ય માધ્યમો પરનો ભાર ઘટાડશે સાથે-સાથે ઇઝી ઓફ ડૂઇંગ બિઝનેસને પણ પ્રોત્સાહન આપશે.  

જહાજો દ્વારા તમામ રાષ્ટ્રીય જળમાર્ગોના ઉપયોગ પર વોટર યુઝેશ ચાર્જ લાગુ હતો. ટ્રાફિક મૂવેમેન્ટના સંચાલનમાં અને ટ્રાફિક ડેટાના સંગ્રહમાં તે અવરોધ હતો.

વર્તમાનમાં, ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (આઈડબ્લ્યુએઆઈ) ઇનલેન્ડ કાર્ગો જહાજોને ચલાવવા માટે પ્રતિ કિલોમીટર દીઠ કુલ રજીસ્ટર્ડ ટનેજ (જીઆરટી)ના આધારે રૂ. 0.02 અને જળમાર્ગો પર ક્રુઝ જહાજોને ચલાવવા માટે પ્રતિ કિલોમીટર દીઠ કુલ રજીસ્ટર ટોનેજ (જીઆરટી) આધારે રૂ. 0.05 વોટરવે યુઝેસ ચાર્જ વસૂલે છે.

આ નિર્ણયથી વર્ષ 2022-23 સુધીમાં ઇનલેન્ડ વોટરવે ટ્રાફિકની મૂવમેન્ટ વધીને 110 એમએમટી થવાની અપેક્ષા છે જે વર્ષ 2019માં 72 એમએમટી છે. તેનાથી આ ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓ અને વિકાસમાં ફાયદો થશે.

Web Title: Shipping Ministry waives waterways usage charges to promote Inland water transport