જિયોનું 2G મુક્ત ભારત સ્વપ્ન વોડા આઈડિયાને મરણતોલ ફટકો મારશે

share-market-news-india
|

July 17, 2020, 2:46 PM


Reliance Jio's 2G-free India drive likely to hit Vodafone Idea hard.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ટેલિકોમ સેક્ટરમાં વોડાફોન આઈડિયા સંઘર્ષ કરી રહ્યું છે. પહેલેથી જ દેવું અને સરકારના લેણાંના સંકટમાંથી પસાર થઈ રહેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાને હવે રિલાયન્સ જિયો તરફથી આંચકો લાગી શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન મુકેશ અંબાણીએ દેશને 2G મુક્ત બનાવવાની જાહેરાત કરી હતી.

આ જાહેરાતથી જિયોને મોટો ફાયદો થઇ શકે છે  પરંતુ વોડાફોનની અગાઉથી જ ખરાબ સ્થિતિ વધુ ખરાબ થવાનો અણસાર છે. હકીકતમાં વોડાફોન આઈડિયા પાસે સૌથી વધુ 2G સબ્સ્ક્રાઇબર્સ છે. રિલાયન્સ જિઓ તેના સસ્તા જિઓ ફિચર ફોનને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં 10 કરોડ ગ્રાહકોને આકર્ષી ચૂક્યું છે.

સસ્તા ભાવે 4 જીની ઉપલબ્ધતાને કારણે ગ્રાહકો અન્ય કંપનીઓને છોડીને રિલાયન્સ તરફ વળ્યા છે. હવે રિલાયન્સ જિયો ગૂગલ સાથે એન્ટ્રી લેવલ સ્માર્ટફોન તૈયાર કરવાની તૈયારીમાં છે. એટલું જ નહીં આ ફોન્સ 4G અને 5G ટેક્નોલોજીને પણ સપોર્ટ કરશે. હકીકતમાં આની પાછળ રિલાયન્સની વ્યૂહરચના દેશમાં હાજર 35 કરોડ ફીચર ફોન યુઝર્સને આકર્ષવાની છે. નિષ્ણાતો માને છે કે 4G મોબાઈલના કિસ્સામાં 58% હિસ્સો ધરાવતી અગ્રણી કંપની રિલાયન્સ જિઓ હવે ફીચર ફોન યુઝર્સને કેપ્ચર કરવામાં પણ મોટી સફળતા મેળવી શકે છે.

નોંધનીય છે કે જિયોની હરીફ કંપની એરટેલ પાસે 13.5 રોડ 2જી વપરાશકારો છે, જે કંપનીના કુલ 28.3 કરોડ ગ્રાહકોની સરખામણીએ 47 ટકા છે. પરંતુ વોડાફોન આઈડિયાના 60 ટકા ગ્રાહકો 2G નેટવર્કના છે. કંપની પાસે 17.4 કરોડ 2જી વપરાશકારો છે જ્યારે કુલ ગ્રાહક 29.1 કરોડ છે. 

Web Title: Reliance Jio’s 2G-free India drive likely to hit Vodafone Idea hard