જુલાઇમાં વાહનોના વેચાણની ગતિ મંદ રહી, રિકવરીમાં હજી સમય લાગશે

india-news
|

August 10, 2020, 5:13 PM

| updated

August 10, 2020, 5:28 PM


July Auto retail sales better than June but there's still a long way to recovery FADA.jpg

www.vyaapaarsamachar.com

મુંબઇઃ ભારતમાં વાહનોના રિટેલ વેચાણમાં જૂન મહિનાની તુલનાએ જુલાઇ મહિનામાં વૃદ્ધિ જોવા મળી છે પરંતુ વર્ષ અગાઉના જુલાઇની તુલનાએ વેચાણ નોંધપાત્ર ઘટ્યુ છે, જેમાં ટ્રક, બસ અને થ્રી-વ્હિલર સેગમેન્ટને સૌથી વધારે અસર થઇ છે એવું વાહન ક્ષેત્રના સંગઠન ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલરશીપ એસોસિએશન (FADA) એ જણાવ્યુ છે.

જુલાઇમાં વાહનોનું રજિસ્ટ્રેશન એકંદરે 36 ટકા ઓછુ રહ્યુ…

જુલાઈ 2020માં વાહનોનું એકંદરે રજિસ્ટ્રેશન ગયા વર્ષના સમાન મહિનાની તુલનાએ 36% ઓછું હતુ, તેમ છતાં તેઓએ જૂન મહિનાની તુલના એ 16% વૃદ્ધિ નોંધાવી હતી. ગયા મહિને ફેબ્રુઆરી 2020ની તુલનાએ રજિસ્ટ્રેશનમાં 33 ટકાનો ઘટાડો હતો જ્યારે કોરોના વાયરસ મહામારીને કારણે પાછલા મહિને વેચાણ પ્રમાણમાં અસરગ્રસ્ત ન હતું.

આ આંકડા દેશભરની 1445માંથી 1235 આરટીઓ ઓફિસમાં વાહનોના રજિસ્ટ્રેશનનું પ્રતિનિધિત્વ કરે છે અને તે FADA દ્વારા એક્ત્ર કરવામાં આવે છે.  

જુલાઇમાં પણ વેચાણ એકંદરે નબળું રહ્યુ…

જુલાઇ મહિનામાં પેસેન્જર વ્હિકલ્સનું વેચાણ 25 ટકા અને ટુ-વ્હિલરનું વેચાણ 37 ટકા ઘટ્યુ છે. જ્યારે કોમર્સિયલ વ્હિકલ્સ અને થ્રી વ્હિકલના વેચાણમાં અનુક્રમે 72 ટકા અને 74 ટકાનો ઘટાડો નોંધાયો છે.

FADAના પ્રમુખ આશિષ કાલેના જણાવ્યા મુજબ સંભવિત ખરીદદારો દ્વારા કરવામાં આવેલી ખરીદી પર અસર કરનારા ધિરાણદાતાઓએ ધિરાણ માટે સાવધ રહેવાનું ચાલુ રાખ્યું હતું.

ઓટો લોન આપવામાં બેન્કો-ફાઇનાન્સ કંપનીઓ સાવચેત

બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ પાસે પુરતી નાણાકીય પ્રવાહિતા હોવા છતાં, હજી પણ માંગને ફરી બેઠી કરતા વાહનોના રિટેલ વેચાણને ધિરાણ આપવામાં ખાસ કરીને વ્યાવસાયિક વાહન, થ્રી વ્હિલર અને ટુ-વ્હિલર માટે સાવચેતીભર્યુ અભિગમ અપનાવવામાં આવી રહ્યુ છે.  

કાલે એ વધુમાં જણાવ્યું હતું કે, વાહનના ભાવના ટકાવારીની દ્રષ્ટિએ વાહન ભંડોળ ઘણા સેગમેન્ટમાં 10-15 ટકા પોઇન્ટ ઘટી ગયું છે, જેનાથી ઘણા સંભવિત ગ્રાહકોનું પ્રારંભિક ફાળો વધશે. તેમ છતાં ખાસ કરીને ઓટો મેન્યુફેક્ચરિંગ હબમાં જ્યાં સુધી કોઇ લોકડાઉન ન આવે ત્યાં સુધી વાહનોના વેચાણમાં રિકવરી ઓગસ્ટમાં પણ જારી રહેવાની સંભાવના છે.

ઓગસ્ટ એ તહેવારોની લાંબી હારમાળા લાવે છે. આગામી દિવસોમાં ઓનમ, ગણેશ ચતુર્થી હોવાથી FADAને ઓટો સેક્ટર રિકવરી દેખાડી શકે છે.

Web Title: July Auto retail sales better than June but there’s still a long way to recovery: FADA