જૂન ક્વાર્ટરમાં દેશના મુખ્ય બંદરો પર કાર્ગોનું હેન્ડલિંગ 30 ટકા ઘટ્યું

india-news
|

July 23, 2020, 2:55 PM


Cargo Handling At Major Ports Drops Over 30 Percent In April-June (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : કોરોના વાયરસ રોગચાળા વચ્ચે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતના મોટા બંદરો પર કન્ટેનર કાર્ગો (કન્ટેનરથી નૂર કામગીરી)ની કામગીરીમાં 30 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. આ માહિતી પોર્ટ બોડી આઇપીએના ડેટામાં આપવામાં આવી છે.

ઈન્ડિયન પોર્ટ્સ એસોસિએશન (IPA)ના તાજેતરના આંકડા મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતના 12 મોટા બંદરો પર ટીઇયુ મુજબ કન્ટેનર કાર્ગો (વીસ ફુટ કન્ટેનર)ની કામગીરી 32.28 ટકા ઘટીને 17.4 લાખ નોંધાઈ છે.

વજનની દ્રષ્ટિએ સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં કન્ટેનર કાર્ગો (કન્ટેનર દ્વારા નૂર) 30.11 ટકા ઘટીને 63.4 લાખ ટન નોંધાયું છે. આ બંદરો પર ગયા નાણાકીય વર્ષના એપ્રિલથી જૂનના ગાળામાં 25.7 લાખ ટીઇયુ (વજન દ્વારા 3 કરોડ 76.9 લાખ ટન) પરિવહન કરવામાં આવ્યું છે.

Web Title: Cargo Handling At Major Ports Drops Over 30 Percent In April-June