ટાટા કેમિકલ્સને મળી રાહત, NCLAT એ ઇન્સોલ્વન્સીની અરજી ફગાવી

share-market-news-india
|

August 12, 2020, 5:36 PM

| updated

August 12, 2020, 5:38 PM


NCLAT rejecte plea to initiate insolvency proceedings against Tata Chemicals.jpg

મુંબઇઃ ટાટા ગ્રૂપની કંપની ટાટા કેમિકલ્સને આજે એક મોટી રાહત મળી છે. નાદારી કોર્ટ નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ (NCLAT)એ એ એનસીએલટીના આદેશને પડકારતી અરજીને એક ફગાવી દીધી છે, જેમાં ટાટા કેમિકલ્સ વિરુદ્ધ ઓપરેશનલ ડેટ રૂ. 68.44 કરોડના ક્લેઇમ માટે નાદારીની કાર્યવાહી શરૂ કરવાના અરજીને નકારી કાઢી હતી.

એનસીએલએટીની ત્રણ સભ્યોની બેંચે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ના મુંબઈ બેંચના આ હુકમને સમર્થન આપ્યું હતું, જેમાં ટાટા જૂથની ફર્મ સામે ઇનસોલ્વન્સી કાર્યવાહી શરૂ કરવાની એલાયડ સિલિકાની અરજીને ફગાવી દેવામાં આવી છે.

એનસીએલટી એ અરજી યોગ્ય રીતે ફગાવી દીધી છે કારણ કે, એલાયડ સિલિકા ઓપરેશનલ ડેટ અને તેમાં ડિફોલ્ટને સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે અને આગળના અસ્તિત્વમાં રહેલા વિવાદના આધારે, ટ્રિબ્યુનલે ટાટા કેમિકલ્સ સામેની અરજી નામંજૂર કરી હતી.

NCLATના કાર્યકારી વડા ન્યાયાધીશ બી. એલ. ભટની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે, “અમે એ બાબત પર વિચારી રહ્યા છીએ કે, એડજ્યુડિસીટીંગ ઓથોરિટી (એનસીએલટી)એ આઇબીસીની કલમ 9 હેઠળ દાખલ કરેલી અરજીને યોગ્ય રીતે ફગાવી દીધી છે.”

“અમને આપવામાં આવેલા આદેશમાં હસ્તક્ષેપ કરવાનું કોઇ કારણ મળતું નથી. અપીલમાં કોઈ તથ્ય નથી જેથી તે મુજબ રદ કરવામાં આવી છે.”

એલાયડ સિલિકા અને ટાટા કેમિકલ્સએ 7 એપ્રિલ, 2018ના રોજ બિઝનેસ ટ્રાન્સફર એગ્રિમેન્ટ (બીટીએ) કર્યા હતા, જે અંતર્ગત ટાટા જૂથની કંપની દ્વારા અગાઉના સિલિકા બિઝનેસને વિચારાધીન 123 કરોડ રૂપિયામાં હસ્તગત કરવાની હતી.

Web Title: NCLAT rejecte plea to initiate insolvency proceedings against Tata Chemicals