ટાટા મોટર્સની ખોટ વધીને રૂ.8439 કરોડ, આવક અડધી થઇ ગઇ

share-market-news-india
|

July 31, 2020, 5:45 PM

| updated

July 31, 2020, 7:40 PM


Tata Motors’s net Loss widens to Rs 8438 crore, revenue drops by half in June Quarter 2020.jpg

www.vyaapaarsamachar.com

મુંબઇઃ ટાટા મોટર્સના પરિણામમાં કોરોના મહામારી અને લોકડાઉનની પ્રતિકુળ અસરો સ્પષ્ટપણે જોવા મળી છે. જૂન ક્વાર્ટરમાં ટાટા મોટર્સની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ બમણા કરતા વધુ વૃદ્ધિમાં રૂ. 8437.998 કરોડે પહોંચી ગઇ છે. જ્યારે વર્ષ પૂર્વેના ત્રિમાસિકગાળામં કંપનીને આવક રૂ. 3698.34 કરોડની ખોટ થઇ હતી. તો માર્કેટ એનાલિસ્ટોએ જૂન ક્વાર્ટરમાં રૂ.7700 કરોડની ખોટ થવાની આગાહી કરી હતી.   

આજે કંપની દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ ટાટા મોટર્સની જૂન ક્વાર્ટરમાં કુલ આવક વાર્ષિક તુલનાએ 47.94 ટકા ઘટીને રૂ. 31,983.06 કરોડ થઇ છે.

ટાટા મોટર્સે કહ્યુ કે, કોરોના વાયરસની મહામારી અને ઘણા દેશોમાં હજી પણ લોકડાઉન સ્થિતિ રહેતા  ચાલુ વર્ષે માટે આઉટલૂક હજી પણ અનિશ્ચિતતાભર્યુ છે. જો કે અગ્રણી ઓટો કંપનીને આગામી મહિનાઓમાં સપ્લાય અને ડિમાન્ડમાં મોટી રિકવરી આવવાની અપેક્ષા છે.

જગુઆર લેન્ડ રોવરની આવક પણ 44 ટકા ઘટી

ટાટા મોટર્સની લક્ઝુરીયસ કાર જગુઆર લેન્ડ રોવરનું ઉત્પાદન અને વેચાણ બંને કોરોના અને લોકડાઉનથી ગંભીર રીત પ્રભાવિત થયુ છે. ટાટા મોટર્સે આજે જાહેર કરેલા જૂન ક્વાર્ટરના પરિણામમાં જણાવ્યુ છે કે, જગુઆર લેન્ડ રોવરની આવક 44 ટકા ઘટીને 2.9 અબજ પાઉન્ડ થઇ છે. વેરા પૂર્વેની ખોટ 41.3 કરોડ પાઉન્ડ રહી છે.      

Web Title: Tata Motors’s net Loss widens to Rs 8438 crore, revenue drops by half in June Quarter 2020