ટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક

auto-news-india
|

August 05, 2020, 9:10 PM


Maruti SUV’ Vitara Brezza Based Toyota Urban Cruiser Compact SUV Officially Announced (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : ટોયોટા ભારતીય બજારમાં નવી સબ કોમ્પેક્ટ એસયુવી લોન્ચ કરી રહી છે. કંપનીએ ટીઝરની સાથે સાથે આ SUVના નામની પણ જાહેરાત કરી છે. આ SUVને Toyota Urban Cruiser નામ આપવામાં આવ્યું છે. ટોયોટાની નવી એસયુવી ઓગસ્ટમાં જ લોન્ચ થવાની સંભાવના છે.

આ નવી એસયુવી મૂળભૂત રીતે મારુતિ સુઝુકીની વિટારા બ્રેઝાનું રી-બેજડ વર્જન છે. ટોયોટા-સુઝુકી ભાગીદારી હેઠળ આ બીજી કાર લોન્ચ કરવામાં આવશે. અગાઉ ટોયોયા-સુઝુકીએ મારુતિ બલેનો પર આધારિત પ્રથમ કાર ટોયોટા ગ્લેન્ઝા લોન્ચ કરી હતી. ટીઝરમાં અર્બન ક્રુઝરની ગ્રીલ બતાવવામાં આવી છે. તેમાં ટોયોટા ફોર્ચ્યુનરથી પ્રેરિત ડ્યુઅલ-ક્રોમ સ્લેટ ગ્રિલ છે, જેમાં મધ્યમાં ટોયોટા લોગો છે.

માર્કેટમાં સબ-કોમ્પેક્ટ SUVની વધુ માંગ

હાલ ભારતીય માર્કેટમાં સબ-કોમ્પેક્ટ SUV (4 મીટરથી નાની) લોન્ચ કરવાની હોડ જામી છે, તેથી આ સેગમેન્ટમાં સ્પર્ધા પણ વધુ જોવા મળી રહી છે, ત્યારે આ જ સેગમેન્ટમાં ટોયોટા પણ આ નવી SUV સાથે પ્રવેશ કરશે. આ સેગમેન્ટમાં મારુતિ બ્રેઝા અને હ્યુન્ડાઇ વેન્યુનું પ્રભુત્વ છે. ઉપરાંત આ સેગમેન્ટમાં Toyota Urban Cruiserની સ્પર્ધા મહિન્દ્રા XUV300, ટાટા નેક્સન, ફોર્ડ ઇકોસ્પોર્ટ અને આગામી કિયા સોનેટ સાથે જોવા મળશે.

ડિઝાઈન

  • મારુતિ બ્રેઝાથી તેને અલગ લુક આપવા માટે અર્બન ક્રુઝરની ડિઝાઈનમાં કેટલાક ફેરફારો હોવાની અપેક્ષા છે.
  • નવા બમ્પર, સુધારેલા હેડલેમ્પ્સ, નવા એલોય વ્હીલ્સ અને વિવિધ પેઇન્ટ સ્કીમ્સ જેવા ફેરફારો જોઇ મળી શકે છે. જો કે એસયુવીની સ્ટાઈલિંગમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

એન્જિન

  • ટોયોટા અર્બન ક્રુઝરમાં મારુતિ બ્રેઝા જેવું 1.5-લિટર K-સિરીઝનું પેટ્રોલ એન્જિન મળશે, જે સુઝુકીની માઈલ્ડ હાઇબ્રિડ ટેકનોલોજી સાથે આવે છે.
  • આ એન્જિન 103bhp પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે જ 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ વિકલ્પો મળશે.

ફિચર્સ

  • અર્બન ક્રુઝરનો અંદરનો ભાગ મારૂતિ બ્રેઝા જેવો જ રહેશે. જો કે તેની કેબીનમાં બ્રાઈટ કલર સ્કીમ અને નવી અપહોલ્સ્ટ્રી આપવામાં આવી શકે છે.
  • ટોયોટાની આ એસયુવીમાં ઓપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો જેવા ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.
  • આ SUVમાં ઓટોમેટિક એસી અને એલઇડી ડીઆરએલ સાથેના પ્રોજેક્ટર હેડલેમ્પ જેવા ફીચર્સ મળશે.
  • ટોયોટા તેની આ એસયુવી ફક્ત ટોપ-એન્ડ વેરિએન્ટમાં જ લોન્ચ કરી શકે છે.

Web Title: Maruti SUV’ Vitara Brezza Based Toyota Urban Cruiser Compact SUV Officially Announced