ટ્રમ્પને સત્તાથી બેદખલ કરવાનું ચીન-ઈરાનનું કાવતરું

world-news
|

August 08, 2020, 5:51 PM


Intelligence community's top election official China and Iran don't want Trump to win reelection.jpg

અમદાવાદ : અમેરિકામાં આ વર્ષમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાનાર છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વખત સત્તા પર આવશે કે નહીં, આ વાત તો નવેમ્બરમાં ચૂંટણી બાદ જ ખબર પડશે. તો બીજી તરફ વર્તમાન સમયે અમેરિકામાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. તો ચીન ને અમેરિકાના સંબંધોમાં પણ સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીન અને ઇરાન નથી ઇચ્છતા કે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બને. આ માટે બંને દેશોએ યોજના બનાવવાનું પણ શરુ કરી દીધું છે. અમેરિકાની સિક્રેટ એજન્સીના અધિકારીએ આવા દાવો કર્યો છે.

અમેરિકાની સિક્રેટ એજન્સીના મુખ્ય અધિકારી અને નેશનલ કાઉન્ટર ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી સેન્ટરના ડાયરેક્ટર વિલયન ઇવાનિનાએ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપની માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે ઇરાન, ચીન અને રશિયા આ ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાની યોજના બનાવી રહ્યા છે. વિલિયમે જણાવ્યું કે રશિયા ટ્રમ્પના વિરોધી ઉમેદવાર જો બિડન વિરુદ્ધ કામ કરી રહ્યું છે અને તે ઘણું સક્રિય પણ છે. આ સિવાય રશિયા ટ્રમ્પની પ્રતિષ્ઠા વધારવાના પ્રયાસ પણ કરી રહ્યું છે.

તો બીજી તરફ ચીન નથી ઇચ્છતું કે ટ્રમ્પ ફરી વખત રાષ્ટ્રપતિ બને. જો કે ચીન રશિયા જેટલું સક્રિય થઇને હસ્તક્ષેપ નથી કરતું. ચીન ટ્રમ્પને એવા રાષ્ટ્રપતિ ગણે છે જેમના આગળના પગલા વિશે કોઇ પણ પ્રકારનું અનુમાન ના લગાવી શકાય. વિલિયમે આ અંગે જણાવ્યું કે ચીન અમેરિકામાં પોતાનો પ્રભાવ વધારવાના પ્રયત્નોમાં લાગેલું છે.  જે માટે ચીન અમેરિકી રાજનેતાઓ પર દબાણ બનાવી રહ્યું છે.

તો ઇરાન પણ ટ્રમ્પની હાર થાય તેવું ઇચ્છે છે. જે માટે ઇરાન ટ્રમ્પ અને અમેરિકા વિશે સોશિયલ મીડિયામાં ખોટી માહિતિ ફેલાવી રહ્યું છે. ઇરાન એવું સમજે છે કે જો ટ્રમ્પ બીજી વખત જીતશે તો તેઓ ઇરાન પર દબાણ યથાવત રાખશે.

Web Title: Intelligence community’s top election official: China and Iran don’t want Trump to win reelection