ટ્રાવેલ, ટુરિઝમ ક્ષેત્રમાં જવું છે?  GTU માં કેવી રીતે એપ્લાય કરશો, કોર્સ મફત છે…

lifestyle-news-india
|

July 23, 2020, 7:52 PM

| updated

July 23, 2020, 7:52 PM


Want to go into Travel & Tourism field, How to apply in GTU, the course is free ....jpg

.ગાંધીનગર: તમને ટ્રાવેલ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝમાં રસ હોય અથવા તો તમે આ ક્ષેત્રે આગળ વધવા માગતા હોવ તો ગુજરાતની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી તમને આ કોર્સિસ મફતમાં શિખવશે. આ યુનિવર્સિટીની કન્ટીન્યુઇંગ એજ્યુકેશન શાખા દ્વારા આ ક્ષેત્રના શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સ શરૂ થઇ રહ્યાં છે. આ લાભ ચૂકવા જેવો નથી.

જીટીયુના નિરંતર શિક્ષણ કેન્દ્ર (સેન્ટર ફોર કન્ટિન્યુઇન્ગ એજ્યુકેશન) દ્વારા વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોના જ્ઞાનમાં વધારો થાય, તે માટે વિવિધ શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સ ચલાવવામાં આવે છે. આગામી તારીખ 27 જુલાઈ થી 29 જુલાઈ સુધી 3 દિવસીય ટ્રાવેલ , ટૂરીઝમ અને હોસ્પિટાલીટી ઈન્ડસ્ટ્રીઝના શોર્ટ ટર્મ કોર્સ ચલાવવામાં આવશે. જે યુવાનો માટે કૌશલ્ય વિકાસ અને રોજગારની તકો પૂરી પાડશે.

ઉપરોક્ત કોર્સમાં વિષય તજજ્ઞો એવા સ્કિલ ગુરૂ એકેડમીના જીગર રાણા, આઈએચએમ અમદાવાદના સુનદિપ ગોગીયા અને ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર શ્રીરામ પ્રયાગા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ગુજરાત ટૂરીઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કોર્સને સ્પોન્સર્સ કરવામાં આવતાં વિદ્યાર્થીઓ વિનામૂલ્યે શોર્ટ ટર્મ કોર્સનો લાભ મેળવી શકશે.

જીટીયુ દ્વારા આ પ્રકારના કોર્સ શરૂ કરીને વિદ્યાર્થીઓને રોજગારીની વિશેષ તકો મેળવવા માટે પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. 200ની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે 3 દિવસ સુધી આ કોર્સ ચલાવવામાં આવશે. આ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ઉમેદવારોને જીટીયુ દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવશે.

પ્રિ-કોવિડ અને પોસ્ટ કોવિડને અનુલક્ષીને ટ્રાવેલ્સ, ટૂરીઝમ અને હોસ્પિટાલિટી ક્ષેત્રના મહત્વના મુદ્દાઓ જાણીતા વિષય નિષ્ણાતો દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો  https://www.gtu.ac.in/Circular.aspx લિંક પરથી વધુ માહિતી મેળવી શકશે.

Web Title: Want to go into Travel & Tourism field? How to apply in GTU, the course is free ..