ટ્રેન મુસાફરો માટે ખુશખબર, રેલવે વિભાગ નવી 80 વિશેષ ટ્રેન શરૂ કરશે

india-news
|

September 05, 2020, 5:36 PM

| updated

September 05, 2020, 5:42 PM


Good News for Passenger, Railways start 80 new special trains from 12 September.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હીઃ હવે તહેવારોની સીઝન શરૂ થઇ રહી છે ત્યારે લોકોને ટ્રેનમાં કન્ફર્સ ટિકીટ મળે તે માટે ભારતીય રેલવે વિભાગ દ્વારા 12મી સપ્ટેમ્બરથી વધુ 80 સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નવી 80 ટ્રેન માટેની રિઝર્વેશનની પ્રક્રિયા 10મી સપ્ટેમ્બરથી શરૂ થઇ જશે. આ નવી સ્પેશિયલ ટ્રેનો હાલ રેલવે વિભાગ દ્વારા સંચાલિત થઇ રહેલી 230 ટ્રેનો ઉપરાંતની હશે. રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે આજે આ માહિતી આપી હતી. તેમણે કહ્યુ કે, 80 નવી સ્પેશિયલ ટ્રેનો કે 40 પેર્સ 12મી સપ્ટેમ્બરથી શરૂ થશે   

તેમણે જણાવ્યુ કે, હાલ સંચાલિત કરવામાં આવેલીતમામ વિશેષે ટ્રેનોના સંચાલન પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે અને જ્યાં પણ ટ્રેનની માંગ હશે કે લાંબુ વેઇટિંગ લિસ્ટ હશે, ત્યાં એક્ચ્યુઅલ ટ્રેન પહેલા એક ક્લોન ટ્રેન દોડાવવામાં આવશે. પરીક્ષાઓ માટે કે આવા કોઇ ઉદ્દેશ્ય માટે રાજ્ય સરકારોને વિનંતી પ્રમાણ ટ્રેનો દોડાવવામાં આવશે. તેમણે એવુ પણ જણાવ્યુ કે, હાઇકોર્ટના આદેશ મુજબ દિલ્હી સરકાર અને રેલવે, ટ્રેકના કિનારેથી કચરો હટાવવા માટે સંયુક્ત રીતે તાત્કાલિક પગલાં લેવાશે.      

ઉલ્લેખનિય છે કે દેશમાં કોરોના મહામારીને પગલે 25 માર્ચથી લોકડાઉન લાગુ કરાયુ ત્યારે તમામ ટ્રેનો બંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ રેલવે વિભાગ દ્વારા  વિશેષ ટ્રેનો શરૂ કરાઇ હતી.   

Web Title: Good News for Passenger, Railways start 80 new special trains from 12 September