ટ્વીટર પેઇડ સબ્સ્ક્રિપ્શનમાં એડિટ બટન ઉમેરશે 

technology-news-india
|

August 04, 2020, 2:07 PM


Twitter subscription model may offer undo send button, custom colours and more.png

vyaapaarsamachar.com

અમદાવાદ : ટ્વિટર હવે ઘણી નવી પેઇડ સેવાઓ રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે તેણે એક સર્વે શરૂ કર્યો છે. કંપનીની મુખ્ય સેવા ટ્વીટને એડિટ કરવાની છે. એટલે કે, જો તમે કોઈ ટ્વીટ કરો છો, તો તમે તેને યોગ્ય રીતે સુધારી શકશો. કેટલાક અહેવાલો અનુસાર  ટ્વિટર અન ડુ સેન્ડ નામનું એક બટન લાવશે જે એડિટ તરીકે કાર્ય કરશે. ઉપરાંત તમે વધુ શબ્દો ટ્વીટ કરી શકશો અને ઉચ્ચ ગુણવત્તાવાળી વિડિઓઝ પણ અપલોડ કરી શકશો. પરંતુ આ માટે તમારે પૈસા ચૂકવવા પડશે.

આ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મે ગયા મહિને સંકેત આપ્યો હતો કે તે પેઈડ સર્વિસ સાથે આવી રહ્યું છે. આમાંની ઘણી સેવાઓ ભવિષ્યમાં અન્ય ટીમો દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે. ટ્વિટર હવે તેની આવક વધારવા માટે મુખ્યત્વે પેઇડ સબ્સ્ક્રિપ્શન તૈયાર કરી રહ્યું છે.  

તેનું એડિટ બટન વપરાશકર્તાઓને 30 સેકંડનો સમય આપશે જેમાં તેઓ ટ્વીટ ડીલીટ કરી  શકે છે અને જો તેઓ ઇચ્છે તો તેને એડિટ  કરી શકે છે. આ 30 સેકંડમાં કોઈ અન્ય વ્યક્તિ આ ટ્વીટ જોશે નહીં.   ઘણા વર્ષોથી વપરાશકર્તાઓ એડિટ બટનની માંગ કરી રહ્યા હતા.   પેઇડ સબ્સ્ક્રિપ્શન લેનારા વપરાશકર્તાઓ પૃષ્ઠભૂમિમાં વધુ ફોન્ટ, હેશટેગ, આઈકન અને થીમ રંગ પસંદ કરી શકે છે

Web Title: Twitter subscription model may offer undo send button, custom colours and more