ડાઉનલોડિંગ 4G સ્પીડ મામલે આ કંપની ટોપ પર

india-news
|

August 10, 2020, 10:30 PM


Vodafone-Airtel Registered Increased 4G Download Speed During July 2020 (1).gif

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : 4G ડાઉનલોડ સ્પીડ મામલે ટેલિકોમ કંપની (Telecom Company) રિલાયન્સ જિયો (Reliance Jio) સતત બાજી મારી રહી છે. છેલ્લા ઘણા સમયથી લાયન્સ જિયો આ મામલે ટોપ પર રહી છે. તો જુલાઈમાં પણ રિલાયન્સ જિયોના 4G નેટવર્કે ડાઉનલોડ સ્પીડ (Highest Download Speed) મામલે નંબર-1નું સ્થાન મેળવ્યું છે. આ અંગે ટેલીકોમ રેગ્યુલેટરી અથોરીટી ઓફ ઇન્ડિયા (TRAI)એ જુલાઈ 2020નો ડેટા જાહેર કર્યો છે

વોડાફોનની 4G ડાઉનલોડિંગ સ્પીડમાં સુધારો થયો

  • ડેટામાં જણાવાયું છે કે, 4G ડાઉનલોડિંગ સ્પીડની બાબતમાં રિલાયન્સ જિયો સૌથી શાનદાર રહી છે. તેના સિવાય એરટેલ અને વોડાફોનની 4G ડાઉનલોડિંગ સ્પીડમાં સુધાર જોવા મળ્યો છે.
  • જૂનની સરખામણીમાં આ બંને કંપનીઓનું પ્રદર્શન જુલાઈમાં સારુ રહ્યું, પરંતુ આઈડિયાની 4G ડાઉનલોડિંગ સ્પીડમાં ઘટાડો આવ્યો છે.
  • રિલાયન્સ જિયો 16.5 mbpsની 4G ડાઉનલોડિંગ સ્પીડ સાથે સૌથી શાનદાર રહી છે. અપલોડ સ્પીડની વાત કરીએ તો તેમાં કોઇપણ ટેલીકોમ ઓપરેટરની સર્વિસમાં ગ્રોથ જોવા મળ્યો નથી.

જાણો કંઈ કંપનીની કેટલી 4G ડાઉનલોડ સ્પીડ

  • વોડાફોને (Vodafone) જુલાઈમાં પોતાની 4G ડાઉનલોડિંગ સ્પીડમાં સારી લીડ પ્રાપ્ત કરી છે. કંપનીની ડાઉનલોડ સ્પીડ જૂનમાં 7.5 mbps હતી, જોકે જુલાઈમાં વધીને 8.3 mbps થઈ ગઈ છે.
  • એરટેલ (Bharti Airtel)ની વાત કરીએ તો તેની 4G ડાઉનલોડિંગ સ્પીડ જુલાઈમાં 7.3 mbps રહી જે જૂનમાં 7.2 mbpsની હતી.
  • આઈડિયા (Idea)ની વાત કરીએ તો તેની 4G ડાઉનલોડ સ્પીડ જુલાઈમાં ઘટીને 7.9 mbps થઈ ગઈ જોકે જૂનમમાં આ 8 mbps રેકોર્ડ થઈ હતી.

છેલ્લા ઘણા સમયથી ડાઉનલોડ સ્પીડ મામલે રિલાયન્સ જિયોનો દબદબો યથાવત્

ઉલ્લેખનિય છે કે, જાન્યુઆરી મહિનામાં પણ રિલાયન્સ જિઓની ડાઉનલોડ સ્પીડ અન્ય ટેલિકોમ કંપનીઓ કરતાં સૌથી વધુ રહી હતી. જાન્યુઆરીમાં Jioએ ડાઉનલોડ સ્પીડ પ્રતિ સેકન્ડ 20.9 મેગાબાઇટ સાથે 4G મામલે સૌથી સારુ પ્રદર્શન નોંધાવુયં હતું. જોકે અપલોડ સ્પીડ મામલે વોડાફોનની કામગીરી સૌથી વધુ સારી રહી છે. નવેમ્બરમાં પણ રિલાયન્સ જિઓની ડાઉનલ સ્પીડ સૌથી વધુ 27.2mbps રહેવાની સાથે ત્યારબાદથી સૌથી વધુ નોંધાતી રહી છે. તે સમયગાળા દરમિયાન તેની નજીકની પ્રતિસ્પર્ધી ભારતી એરટેલની ડાઉનલોડ સ્પીડની તુલનાએ જિયોની સ્પીડ લગગ ત્રણ ગણી વધી નોંધાઈ હતી.

Web Title: Vodafone and Airtel Registered Increased 4G Download Speed During July 2020, Say Trai