ડાર્ક વેબ પર આટલા રૂપિયામાં વેચાઈ રહયું છે તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ 

world-news
|

August 03, 2020, 6:08 PM

| updated

August 03, 2020, 6:08 PM


Your social media account is selling for so much money on the Dark Web.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ડાર્ક વેબ પર ઓનલાઇન એકાઉન્ટ્સનો કારોબાર ધમધોકાર  ચાલી રહ્યો છે. હેકર્સ  તમારી વિગતો ચોરીને અહીં વેચી રહયા છે. ડાર્ક વેબ ઉપર પેપાલ એકાઉન્ટ્સ, ટ્વીટર-ફેસબુક તેમજ જીમેઈલ એકાઉન્ટ પણ વેચાતા મળે છે. સાયબર મામલાઓનું રિસર્ચ કરતી સંનસ્થ નોર્ડવીપીએનના પ્રાઇવસી રિસર્ચરો હાલમાં સેકન્ડો લિસ્ટિંગનું વિશ્લેષણ કર્યું હતું. અહીં હેકર્સ નિયમિત રૂપે ચોરી કરેલ માહિતી વેંચતા હોય છે. 

રિસર્ચરોએ અલગ અલગ પ્રકારના લોગ ઈનની સરેરાશ કિંમતોની યાદી બનાવી હતી. એક હેક કરેલ ફેસબુક એકાઉન્ટ આશરે 74.50 ડોલરનું છે. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર લોગઈન અનુક્રમે 55.45 અને 49 ડોલરમાં વેચાઈ રહ્યું છે. બીજી તરફ હેક કરવામાં આવેલ જીમેઈલ એકાઉન્ટ્સની સરેરાશ કિંમત 155.73 ડોલર છે. જીમેઇલ એકાઉન્ટમાં વધુ માહિતી હોવાની આશાને કારણે તેનો ભાવ વધુ હોય છે.

બીજી તરફ સોશિયલ મીડિયા એકાઉન્ટની સરખામણીએ ઓનલાઇન પેમેન્ટના એકાઉન્ટની માંગ વધુ છે. હેકર્સ ચોરી કરેલા પેપાલ ખાતાઓનો ઉપયોગ કરવાનું કહે છે. જે 320 ડોલરની ફીને બદલે સરેરાશ 1000થી 3000 ડોલરની રકમ ટ્રાન્સફર કરે છે. આ ઉપરાંત લોકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડની માહિતી 15થી 35 ડોલરની વચ્ચે વેચાય છે કેમ કે આ લેવડદેવડ સરળતાથી થાય છે. 

Web Title: Your social media account is selling for so much money on the Dark Web