ડીસામાં શિયાળામાં ચોળાની ખેતી કરી દેશના પ્રથમ ખેડૂત તરીકે મળ્યું સ્થાન

gujarat-samachar-news
|

July 22, 2020, 3:30 PM


Deesa Became the first farmer in the country to cultivate rice in winter.jpg

www.vyaapaarsamachar.com

ડીસા : બનાસકાંઠાના ડીસા તાલુકાનુ નાનકડું ગામ રાણપુર. જે ગામના યુવા ખેડૂત કનવરજી વધાણીયાએ આધુનિક ટેક્નિકથી ખેતી કરી સમગ્ર દેશમાં નામના મેળવી છે.  કનરવજી સામાન્ય ખેડૂત છે પણ તેઓ કંઈક અલગ કરી આવક બમણી કરવા મથામણ કરી રહ્યા હતા. ત્યારે ડીસા કેવીકે ના વૈજ્ઞાનિકો પાસેથી માર્ગદર્શન મેળવી કાપ પદ્ધતિ અપનાવી શિયાળામાં ચોળાનું વાવેતર કર્યુ હતું.

પ્રથમ તો બે વર્ષ નુકશાન થયુ પણ હિંમત ન હારી એટલે કે ત્રીજા વર્ષે પણ શિયાળામાં ચોળાનું વાવેતર કરતા સફળતા મળી અને ખૂબજ સારા ભાવે વેચાણ પણ થયું. જોકે શિયાળામાં ચોળાનું વાવેતર કરનાર દેશના પ્રથમ ખેડૂત બન્યા હતા અને આવક પણ ખૂબ જ થતા બિયારણ કંપનીએ કનવરજીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી તેમના ફોટા બિયારણ કંપનીએ પેકીંગ પર મૂક્યા હતા.

સમગ્ર ગુજરાતના ખેડૂતો પણ આ સફળ ખેતી જોવા કનવરજીના ફાર્મ પર આવતા થયા ત્યારે વૈજ્ઞાનિક દ્વારા પણ તેઓ સમગ્ર દેશમાં નામના મેળવે જે માટે ઇન્ડિયા બુકમાં રજિસ્ટ્રેશન કરાવતા તેઓને દેશના પ્રથમ ખેડૂત તરીકે માન્યતા આપી ઇન્ડિયા બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે.

Web Title: Deesa Became the first farmer the country to cultivate rice in winter