ડોલરની મજબૂતીથી સોનામાં તેજી અટકી, નવા ટ્રીગરની રાહમાં
commodity-news-india
|
August 04, 2020, 7:23 PM
| updated
August 04, 2020, 7:24 PM

મુંબઇઃ સોમવારે ૧૯૯૭ ડોલરની ઉંચી સપાટીએ અથડાયા પછી સોનાના ભાવમાં ફરી એક સ્થિરતા જોવા મી રહી છે. બજારમાં નવા તેજીના ટ્રીગર કે મંદીના પરીબળની રાહમાં ભાવ અત્યારે સ્થિરતા તરફ છે. ડોલરની મક્કમતાની અસરથી પણ ભાવમાં વૃદ્ધિ અટકી ગઈ છે.
બીજી તરફ હાજરમાં સોનાના સૌથી મોટા વપરાશકર દેશ ભારત અને ચીનની માંગ ઘટી રહી છે તેની ચિંતા પણ છે. ઘટેલી માંગ સામે કેટલા અંશે બજારમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સની ખરીદીનો ટેકો મળશે એ જોવાનું રહ્યું. તેજી માટે કોરોના વાયરસનો વધી રહેલો વ્યાપ, અમેરિકા અને ચીન વચ્ચેની તંગદિલી અને આર્થિક મંદી જેવા પરિબળો જવાબદાર ગણાશે. સામે વાયરસની વેક્સીન જો જલ્દી બજારમાં આવશે તો તે સોનાની તેજી ઉપર મોટી બ્રેક ગણાશે.
વૈશ્વિક બજારમાં કોમેકસ ખાતે સોનું ઓક્ટોબર વાયદો સોમવારે આંશિક વધી ૧૯૭૪.૭૦ ડોલર પ્રતિ ઔંસ બંધ રહ્યો હતો. આજે તે ૦.૩૮ ટકા કે ૭.૫૫ ડોલર વધી ૧૯૮૨.૨૫ ડોલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. સોનું ડિસેમ્બર વાયદો ૦.૨૫ ટકા કે ૫ ડોલર વધી ૧૯૯૧.૩૦ અને હાજરમાં ૦.૦૪ ટકા કે ૭૪ સેન્ટ ઘટી ૧૯૭૬.૨૪ ડોલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.
Web Title: The strength of the dollar halted the rally in gold, awaiting a new trigger