ડ્રેગનને ડામવા ભારત સજજ, ચીન સામે વધુ 35,000 સૈનિકો તૈનાત કરશે

india-news
|

July 30, 2020, 6:53 PM

| updated

July 30, 2020, 6:57 PM


Border Dispute with China, India To Deploy Additional 35000 Troops Along LAC.jpg

નવી દિલ્હીઃ લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (Line of Actual Control) પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે પણ ચીનની કોઇ પણ હરકતનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતે તૈયારી કરી લીધી છે. પૂર્વ લદ્દાખમાં બંને દેશો વચ્ચે સૈન્ય અથડામણનો વિવાદ વણસવાના સંકેત વચ્ચે ભારત ચીન સાથે જોડાયેલી સરહદ પર વધુ 35,000 સૈનિકો તૈનાત કરવા જઇ રહ્યુ છે. બ્લૂમબર્ગે પોતાના એક અહેવાલમાં ભારતના ઉચ્ચ અધિકારીનો હવાલો આપી આ માહિતી જાહેર કરી હતી.

અધિકારીએ મીડિયા સાથે વાતચિતમાં નિયમોનો હવાલો આપતા ઓળખ જાહેર કરન કરવાની શરતે જણાવ્યુ કે, આ પગલાંથી 3488 કિમી લાંબી LAC પર પરિસ્થિતિ તદ્દન બદલાઇ જશે. 15 જૂનના રોજ પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે લોહિયાળ સૈન્ય અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવ ઘણું વધી ગયુ છે જેને ઓછું કરવા માટે તબક્કાવાર મંત્રણા શરૂ થઇ ચૂકી છે. આ લોહીયાળ અથડાયણમાં ભારતના 21 સૈન્ય જવાનો શહીદ થયા હતા જ્યારે ચીનના ઓછામાં ઓછા 45 સૈનિકો માર્યા ગયા હતા. બેઇજિંગે પોતાના સૈનિકો માર્યા ગયાની વાત કબુલી હતી પરંતુ મૃત્યુનો સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી.  

Web Title: Border Dispute with China, India To Deploy Additional 35000 Troops Along LAC