તનિષ્કે ગ્રાહકો માટે વિવિધ શ્રેષ્ઠ ઓફર પ્રસ્તુત કરી

ગોલ્ડ, ડાયમન્ડ, સોલિટેઇર અને પ્લેટિનમની જ્વેલરી પર અત્યાર સુધીનો સૌથી મોટો સેલ

ટાટા હાઉસની જ્વેલરી બ્રાન્ડ તનિષ્કે અત્યાર સુધીના સૌથી મોટા જ્વેલરી સેલની જાહેરાત કરી છે! 9 જુલાઈ, 2020 થી શરૂ થયેલા આ સેલમાં તનિષ્ક ડાયમન્ડ જ્વેલરીના મૂલ્ય પર 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અને ગોલ્ડ જ્વેલરીમાં ગ્રામદીઠ રૂ. 300 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. આ ઓફર મર્યાદિત સમયગાળા પૂરતી લાગુ રહેશે.

તનિષ્કની ગોલ્ડ, સોલિટેઇર અને પ્લેટિનમ એમ તમામ જ્વેલરીની લેટેસ્ટ રેન્જ આ ઓફર સાથે વધારે આકર્ષક બની ગઈ છે! આ સેલને વધારે આકર્ષક બનાવવા તનિષ્ક જૂનાં સોના પર 100 ટકા સુધીનું એક્સચેન્જ મૂલ્ય પણ આપે છે. આ ઓફર 22 કેરેટથી વધારેની કોઈ પણ ગોલ્ડ જ્વેલરીના એક્સચેન્જ પર અને ડાયમન્ડ જ્વેલરીની ખરીદી પર  લાગુ છે.

તનિષ્કે તાજેતરમાં એનું લેટેસ્ટ કલેક્શન – આરંભ પ્રસ્તુત કર્યું છે, જે નવી શરૂઆત માટે માનવીના અદમ્ય જુસ્સાને વ્યક્ત કરે છે. આરંભ બારીક અને સુંદર પરંપરાગત અને આધુનિક ડિઝાઇનોનો સમન્વય ધરાવે છે, જે આ કલેક્શનને પરંપરા અને આધુનિકતાનો સ્વાભાવિક સમન્વય આપે છે.

આ ઓફર વિશે જ્વેલરી ડિવિઝનના માર્કેટિંગના જનરલ મેનેજર શ્રીમતી રંજની ક્રિષ્નાસ્વામીએ કહ્યું હતું કે, “જ્વેલરીની ખરીદી હંમેશા યાદગાર હોય છે, એની સાથે લાગણી, સફળતા, સંબંધો, યાદો જોડાયેલી હોય છે. નવી અને શુભ શરૂઆત કરવા પ્રેમ અને કટિબદ્ધતાથી લઈને આપણા તહેવારો અને લગ્નની જ્વેલરી આપણા જીવનમાં હંમેશા અર્થસભર બનશે.

ગ્રાહકો પાસે જ્વેલરીની ખરીદી કરવા વિવિધ કારણો હશે – જેમ કે ત્રીજ, રક્ષાબંધન અને વરાલક્ષ્મી જેવા તહેવારો આવી રહ્યાં છે, લગ્નની ખરીદીમાં વધારો થયો છે, ગ્રાહકો અંગત સફળતાની ઉજવણીનો આનંદ મેળવવા આતુર છે, સોનાની લોકપ્રિયતા અકબંધ છે. જ્યારે ઓછો ખર્ચ કરવાના હાલના સમયમાં ગ્રાહકો વિવેકાધિન ખર્ચ કરી રહ્યાં છે, ત્યારે અમે તનિષ્ક સાથે પોતાની સુંદર ક્ષણોનો આનંદ માણવા અને આ ક્ષણોને યાદગાર બનાવવા આતુર ગ્રાહકોને અમે શક્ય એટલી બેસ્ટ ડિલ ઓફર કરી રહ્યાં છીએ. અમે અગાઉ જેવા તનિષ્કના શ્રેષ્ઠ અનુભવ સાથે અમારા ગ્રાહકોને સેવા આપવા આતુર છીએ.