તમારા સ્વાસ્થ્ય માટે હવે હશે ડિજિટલ કાર્ડ

health-news-india
|

August 08, 2020, 2:43 PM


There will now be a digital card for your health.jpgImage Credit: Representative Image

vyaapaarsamachar.com

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ‘વન નેશન વન હેલ્થ કાર્ડ‘ લાવવાની તૈયારી કરી રહી છે. 15 ઓગસ્ટ 2020એ એટલે કે સ્વતંત્રતા દિવસના વિશેષ પ્રસંગે આની જાહેરાત કરી શકે છે. આ કાર્ડ દ્વારા દેશના દરેક નાગરિકના આરોગ્ય રેકોર્ડ ડિજિટલ ફોર્મેટમાં રાખવામાં આવશે. આમ અનાજ, આધાર અને આરોગ્ય કાર્ડનો રેકર્ડ કેન્દ્ર સરકાર ગમે ત્યારે જોઈ શકશે. વન નેશન વન હેલ્થ કાર્ડમાં લોકોના તબીબી ઇતિહાસનો રેકોર્ડ હશે. જેમાં એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતી તમામ સારવાર અને પરીક્ષણોનો સમાવેશ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ આખો રેકોર્ડ ફક્ત ડિજિટલ ફોર્મેટમાં રાખવામાં આવશે.

કેન્દ્ર સરકાર ‘વન નેશન વન હેલ્થ કાર્ડ‘ લાવવાની તૈયારી કરી રહી છે. 15 ઓગસ્ટ 2020એ એટલે કે સ્વતંત્રતા દિવસના વિશેષ પ્રસંગે આની જાહેરાત કરી શકે છે. આ કાર્ડ દ્વારા દેશના દરેક નાગરિકના આરોગ્ય રેકોર્ડ ડિજિટલ ફોર્મેટમાં રાખવામાં આવશે. આમ અનાજ, આધાર અને આરોગ્ય કાર્ડનો રેકર્ડ કેન્દ્ર સરકાર ગમે ત્યારે જોઈ શકશે. વન નેશન વન હેલ્થ કાર્ડમાં લોકોના તબીબી ઇતિહાસનો રેકોર્ડ હશે. જેમાં એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતી તમામ સારવાર અને પરીક્ષણોનો સમાવેશ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ આખો રેકોર્ડ ફક્ત ડિજિટલ ફોર્મેટમાં રાખવામાં આવશે.

ભારતના લોકોની આર્થિક લેવડ દેવડ બાદ હવે તેના આરોગ્ય અંગે પણ જાસૂસી સંસ્થાઓ માટે વિગતો ઉપલબ્ધ થઈ શકે છે જો તે લીક થાય તો લોકોની પરેશાની વધે અને બંધારણનો ભંગ પણ થઈ શકે છે. હોસ્પિટલો, ક્લિનિક્સ અને ડોકટરો બધા સેન્ટ્રલ સર્વર સાથે જોડાયેલા હશે. જો કે, તે સંપૂર્ણપણે હોસ્પિટલો અને નાગરિકો પર રહેશે કે તેઓ ‘વન નેશન વન હેલ્થ કાર્ડ’ યોજનામાં જોડાવા માગે છે કે નહીં.

Web Title: Health card is coming now. These will be the peculiarities