તહેવારો પૂર્વે માર્કેટમાં મોટાપ્રમાણમાં પ્રોડક્ટ્સ ઠાલવવા આ કંપનીઓની તૈયારી

india-news
|

July 22, 2020, 4:03 PM

| updated

July 22, 2020, 4:17 PM


Companies Ready To Increase Production As Demand For Electronics Goods (1).jpg

www.vyaapaarsamachar.com

  • લોકડાઉન હટાવ્યા બાદ વેચાણમાં અણધાર્યો વધારો
  • ગત વર્ષ કરતા વધુ ઉત્પાદન કરવાની LG અને ડિકસની યોજના
  • ગત વર્ષના જુલાઈ કરતાં આ વર્ષના જુલાઈમાં LGનું વેચાણ 37 ટકા વધ્યું
  • સ્માર્ટફોન અને ડીશવોટરની સપ્લાય કરતા માંગ વધી

કોલકાતા : સ્માર્ટફોન અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક ઉત્પાદન બનાવતી કંપનીઓ તહેવારોની સીઝનમાં ધૂમ મચાવવા તૈયાર થઈ ગઈ છે. એલજી, સોની, શાઓમી, વિવો, રીઅલમી અને પેનાસોનિક સહિતની કંપનીઓ તહેવારો પહેલા ભરપુર ઉત્પાદન કરવા તૈયાર થઈ ગઈ છે. આ કંપનીઓ તહેવારોની સિઝનના એક મહિના પહેલાં ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. તેઓ એમ પણ કહે છે કે, આ વર્ષે પણ ગત વર્ષ જેટલું જ ઉત્પાદન કે તેનાથી વધુ ઉત્પાદન કરવાની યોજના છે. વીવો, સેમસંગ, શાઓમીએ પણ તહેવારોની સીઝન માટે ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી છે.

આ કંપનીઓનું અધિકારીઓએ જણાવ્યું કે, ગત બે મહિનામાં અપેક્ષા કરતા માંગ વધી છે. આ માંગને પહોંચી વળવા ઉત્પાદનમાં વધારો કરવો પડ્યો છે. સાથે જ કંપનીઓ તેવી બાબતોની યાદી બનાવવા ઈચ્છે છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં લોકડાઉન રહેવાની આશંકા છે અને તેના કારણે પ્લાન્ટનું કામકાજ પણ પ્રભાવિત થઈ રહ્યું છે.

દેશમાં 25 માર્ચથી લોકડાઉનનો અમલ કરાયો હતો, ત્યારબાદ તબક્કાવાર લોકડાઉન હટાવાયું, જેના કારણે વેચાણમાં પણ તેજી આવી. જૂનમાં ફ્રિઝનું વેચાણ 40 ટકા, વોશિંગ મશીનનું 45 ટકા, માઈક્રોવેવ ઓવન્સનું 50થી 55, ટીવીનું 55થી 65 ટકા અને ગ્રૂમિંગ પ્રોડક્ટ્સનું વેચાણ 500 ટકા વધ્યું છે.

Web Title: Companies Ready To Increase Production As Demand For Electronics Goods