તો દેશમાં માત્ર 5 બેન્કોનું જ અસ્તિત્વ ટકી રહેશે?

money-and-banking
|

July 21, 2020, 4:08 PM


There will be only five banks in the country in the near future.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દેશની સરકારી બેંકોમાંથી અડધાથી પણ વધારે બેંકોનું ખાનગીકરણ કરવાની તૈયારી કરી રહી છે. જો બધુ બરાબર રહ્યુ તો, આવનારા સમયમાં દેશમાં ફક્ત પાંચ જ બેંક રહી જશે. સરકાર અને બેકીંગ સેક્ટરના સૂત્રોના હવાલે લખતા જણાવીએ છીએ કે, બેકીંગ ઈંડસ્ટ્રીઝની હાલત સુધરાવા માટે ખાનગીકરણનો નિર્ણય લેવાયો છે. જેમાં સરકાર આ યોજનાના પહેલા તબક્કામાં બેંક ઓફ ઈન્ડિયા, સેંટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઈંડિયન ઓવરસીઝ બેંક, યૂકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંધ બેંકમાં મૈઝોરિટી સ્ટેક વેચશે.

સરકાર ખાનગીકરણ દરખાસ્ત તૈયાર કરશે અને કેબિનેટ સમક્ષ રજૂ કરશે

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું, “સરકાર ઇચ્છે છે કે દેશમાં ફક્ત 4 અથવા 5 જાહેર ક્ષેત્રની બેંકો જ રહે.” હાલમાં દેશમાં 12 સરકારી બેંકો છે. આ વર્ષે સરકારે 10 જાહેર બેંકોને મર્જ કરી અને તેમને 4 રાષ્ટ્રીયકૃત બેંકોમાં રૂપાંતરિત કરી. આ પછી 1 એપ્રિલ 2020થી દેશમાં જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા 12 રહી, જે 2017 માં 27 હતી. અધિકારીએ જણાવ્યું હતું કે આવી યોજના નવી ખાનગીકરણ દરખાસ્ત મૂકવામાં આવશે, જે સરકાર હવે તૈયાર કરી રહી છે. ત્યારબાદ તેને મંજૂરી માટે કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

આરબીઆઈનું સૂચન- દેશમાં 5 થી વધુ સરકારી બેંકો નહીં

કોરોનો વાયરસને કારણે આર્થિક વૃદ્ધિમાં ધીમી પડી હોવાને કારણે રોકડની સમસ્યાનો સામનો કરી રહેલી સરકાર, નોન-કોર કંપનીઓ અને ક્ષેત્રોમાં સંપત્તિ વેચીને મૂડી વધારવામાં મદદ માટે ખાનગીકરણ યોજના પર કામ કરી રહી છે. કેટલીક સરકારી સમિતિઓ અને ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ સરકારને સૂચન આપ્યું છે કે દેશમાં પાંચથી વધુ સરકારી બેંકો ન હોવી જોઈએ. સરકારી બેંકના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘સરકારે પહેલેથી જ કહ્યું છે કે હવે સરકારી બેંકો વધુ મર્જ નહીં થાય. આવી સ્થિતિમાં સરકાર પાસે જાહેર ક્ષેત્રની બેંકોમાં તેનો હિસ્સો વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી.

Web Title: Bank Mergers: So only 5 banks will survive in the country?