દક્ષિણ કોરિયા પર ત્રાટક્યું વાવાઝોડું, 2.70 લાખ મકાનોમાં વીજળી ગૂલ
world-news
|
September 04, 2020, 5:45 PM

સીઓલ : દક્ષિણ કોરિયામાં 150 કિ.મી. પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો. એમાં એક વ્યક્તિનું મોત થયું હતું. 2500 જેટલાં લોકોને તાત્કાલિક અસરથી સલામત સ્થળે ખસેડાયા હતા. 2.70 લાખ મકાનોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. તોફાની પવનમાં સપડાયેલું એક જહાજ લાપતા થયું હતું.
સાઉથ કોરિયામાં તોફાની પવન ફૂંકાયો હતો. કોરિયાના દરિયામાં મયસક નામનું વાવઝોડું ત્રાટક્યું હતું. 150 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાયેલા પવનમાં 42 સભ્યો સાથેનું એક જહાજ લાપતા બન્યું છે. દક્ષિણી જાપાનની સીમામાં એક જહાજ લાપતા બન્યું હતું. એમાં 58,00 ગાયો ભરીને જાપાનમાં લઈ જવાતી હોવાનું કહેવાય છે.
લાપતા થયેલા જહાજને શોધવા માટે જાપાને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે, જહાજ ડૂબી ગયું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જાપાનના કોસ્ટગાર્ડે ઓપરેશન હાથ ધરીને જહાજની ભાળ મેળવવાની કવાયત શરૂ કરી હતી. જહાજ ફિલિપાઈન્સનું હોવાનો દાવો થયો છે.
જહાજમાંથી લાઈફબોટ સાથે કૂદી ગયેલા એક સભ્યને જાપાનના કોસ્ટ ગાર્ડે જોયો હતો અને તેને બચાવી લેવાયો હતો અને તેના દાવા પ્રમાણે જહાજ ડૂબ્યું એ પહેલાં પલટી ગયું હતું. જોકે, તે અંગે હજુ પણ કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. બચી ગયેલા સભ્યના કહેવા પ્રમાણે જહાજમાં 38 ફિલિપાઈન્સ સભ્યો હતા. બે ન્યૂઝીલેન્ડના હતા. બે ઓસ્ટ્રેલિયાના હતા. જહાજની માલિકી ગલ્ફ નેવિગેશન નામની કંપનીની હોવાનું કહેવાય છે.
દક્ષિણ કોરિયાએ વાવાઝોડાંના કારણે 950 ફ્લાઈટ્સ અને ટ્રેન રદ્ કરી દીધી હતી. ઉત્તર કોરિયામાં પણ આ વાવઝોડું ફુકાયું હતું.
Web Title: The hurricane struck South Korea, in 2.70 million homes Lightning Gull