દિલ્હી મેટ્રોને જંગી ખોટ, લોન પણ ભરી શકશે નહીં, કેવી રીતે કરશે ચૂકવણી

india-news
|

July 23, 2020, 6:00 PM

| updated

July 23, 2020, 6:01 PM


Delhi Metro - DMRC May Not Be Able To Pay Loan Instalment For First Time-.jpg

www.vyaapaarsamachar.com

  • 22 માર્ચથી બંધ છે દિલ્હી મેટ્રોનું કામકાજ, 1200 કરોડ રૂપિયાની ખોટ
  • દૈનિક રૂ .10 કરોડનું નુકસાન, કોરોનાના કારણે અન્ય આવકો પર પણ અસર
  • JICA પાસેથી લીધી છે રૂ.35,198 કરોડની સોફ્ટ લોન, હપ્તો ચુકવવા નાણાં નથી
  • આ મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે DMRCએ કેન્દ્ર સરકારનો સંપર્ક કર્યો

નવી દિલ્હી : કોરોનાની મહામારીથી જોડાયેલ લોકડાઉને દિલ્હી મેટ્રોની કફોડી હાલત કરી દીધી છે. દિલ્હી મેટ્રોનું કામકાજ 22 માર્ચથી બંધ થઈ ગયું છે અને આ દરમિયાન તેને લગભગ 1200 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. એટલું જ નહીં બે દાયકાના ઈતિહાસમાં પ્રથમવાર દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) લોનનો હપ્તો ભરવાની સ્થિતિમાં નથી અને તેના પર ડિફોલ્ડરનો ખતરો મંડરાઈ રહ્યો છે.

DMRCએ મેટ્રોના નિર્માણ માટે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) પાસેથી 35,198 કરોડ રૂપિયાની સોફ્ટ લોન લીધી છે અને આ વર્ષે તે હપ્તો ચૂકવવાની સ્થિતિમાં નથી. નાણાકીય વર્ષ 2020-21માં DMRCએ 1242.8 કરોડ રૂપિયાના હપ્તા ચૂકવવા પડશે. તેણે અત્યાર સુધીમાં માત્ર 79.2 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. તેમને આ મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે DMRCએ કેન્દ્ર સરકારનો સંપર્ક કર્યો છે.

તેમણે આગામી વર્ષ સુધી આ હપ્તાની ચુકવણી મુલતવી રાખવા વિનંતી કરી છે. દિલ્હી મેટ્રો 22 માર્ચથી બંધ છે અને છેલ્લા ચાર મહિનામાં કોઈ મુસાફરોની આવક થઈ નથી. કોવિડ-19ના કારણે અન્ય ક્ષેત્રોને પણ અસર થઈ છે, જેના કારણે પણ દિલ્હી મેટ્રોની આવકને અસર થઈ છે. એટલું જ નહીં DMRCએ 389 કિમી લાંબાં નેટવર્ક અને 285 સ્ટેશને ચાલુ રાખવા માટે ખર્ચ કરવો પડી રહ્યો છે તેમજ 10,000 કર્મચારીઓનો પગાર ચૂકવવો પડી રહ્યો છે. તેને દરરોજ 10 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

Web Title: Delhi Metro : DMRC May Not Be Able To Pay Loan Instalment For First Time