દિલ્હી હાઇકોર્ટે માલવિન્દર સિંહની જામીન અરજી ફગાવી 

india-news
|

August 11, 2020, 3:28 PM


Economic offences weaken democracy, says HC, dismisses Malwinder Singh's plea.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ :  રેલિગેયરના પ્રમોટર અને આર્થિક અપરાધી માલવિન્દર સિંહને દિલ્હી હાઇકોર્ટે જામીન આપવાનો  ઇન્કાર કર્યો હતો. સિંહે કોવિડ 19ને ધ્યાનમાં રાખીને પોતાને જમીન અથવા પેરોલ આપવા માટે અરજી કરી હતી જેને દિલ્હી હાઇકોર્ટે નકારી કાઢી હતી. દિલ્હી હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે આર્થિક અપરાધ એવો ગુનો છે જે લોકતંત્રના તાણાવાણાને ખરાબ કરે છે અને રાષ્ટ્રીય અર્થવ્યસ્થા તેમજ રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ છે.

દિલ્હી હાઇકોર્ટના સિંગલ બેન્ચ જજ એનું મલ્હોત્રાએ આ ચુકાદો આપ્યો હતો. રેલિગેયર ફિનવેસ્ટ   ગેરરીતિ મામલે હાલ ન્યાયિક કસ્ટડીમાં રહેલા માલવિન્દરસિંહે 28 માર્ચના રોજ  વચગાળાના જામીન પર અથવા પેરોલને ડી-કન્જેસ્ટ પર મુક્ત કરવા માટે અરજી કરી હતી.દિલ્હી પોલીસે દલીલ કરી હતી કે આર્થિક ગુનાઓ મોટાભાગે સમાજ સામેના ગ્રેવેસ્ટ ગુના છે અને તેથી જામીન બાબતે જુદી જુદી રીતે વર્તવું જરૂરી છે.

અત્રે નોંધનીય છે કે ઇડી તેમજ દિલ્હી પોલીસ દ્વારા રેલિગેયર ફાઇનાસ્ટ ગેરરીતિ કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ અગાઉ જાન્યુઆરી માસમાં  પ્રવર્તન નિદેશાલય (ED)એ માલવિન્દર સિંહ અને રેલિગેયર એન્ટરપ્રાઈઝ લિમિટેડના પૂર્વ સીએમડી સુનીલ ગોધવાની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

Web Title: Economic offences weaken democracy, says HC, dismisses Malwinder Singh’s plea