દેશમાં ઈંધણની માંગમાં જુલાઈમાં 11.7 ટકાનો ઘટાડો

india-news
|

August 12, 2020, 9:05 PM


India’s Fuel Demand Dips 11.7 Percent In July-2020.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : ઈંધણની માંગમાં સુધારો થયા બાદ ફરી એક વખત ઘટાડો થયો છે. સત્તાવાર આંકડા મુજબ વાર્ષિક ધોરણે જુલાઈમાં ઈંધણ વપરાશમાં 11.7 ટકાનો ઘટાડો થયો છે.

આ વખતે જૂનની તુલનામાં જુલાઈમાં ઇંધણની માંગમાં 3.5  ટકાનો ઘટાડો થયો છે. ઈંધણનો વપરાશ આર્થિક પ્રવૃત્તિનો અરીસો માનવામાં આવે છે. એપ્રિલમાં તેમાં 45 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.

કોરોના વાયરસ રોગચાળો અને તેને અટકાવવા માટે લાદવામાં આવેલા ‘લોકડાઉન’ ના કારણે આર્થિક પ્રવૃત્તિઓનો ઠપ થતાં ઈંધણની માંગમાં પણ ઘટાડો થયો છે. જોકે, લોકડાઉનમાં આંશિક છુટછાટ મળવાનું શરૂ થતાં ઈંધણની માંગમાં પણ મે અને જૂન મહિનામાં માંગમાં વધારો થયો.

માસિક ધોરણે ઈંધણની વપરાશમાં વૃદ્ધિ નોંધાઈ હતી. જો કે, કેટલાક રાજ્યો અને ચેપગ્રસ્ત વિસ્તારોમાં લોકડાઉન ફરીથી લાગુ કરવાના કારણે ઈંધણની માંગમાં ફરી ઘટાડો થયો.  

સત્તાવાર આંકડા મુજબ જુલાઈમાં ઇંધણની માંગ ઘટીને 1.567 કરોડ ટન નોંધાઈ છે. તો ગત વર્ષે આજ મહિનામાં 1.775 કરોડ ટન ઈંધણનો પુરવઠો પુરો પડાયો હતો. એટલે કે ગત વર્ષના જુલાઈ મહિનાની તુલનાએ આ વર્ષના જુલાઈ મહિનામાં કુલ 11.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો આ વર્ષે જૂનમાં 1.624 કરોડ ટનની તુલનાએ જુલાઈમાં ઈંધણ વપરાશમાં 3.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.

પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)ના ડેટા અનુસાર દેશના કુલ ઈંધણ વપરાશમાં આશરે 40 ટકા જેટલો હિસ્સો ધરાવતા ડિઝલની માંગમાં પણ ઘટાડો થયો છે. ડિઝલની માંગ જુલાઈ મહિનામાં વાર્ષિક આધારે 19.25 ટકા ઘટીને 52.2 લાખ ટન નોંધાઈ છે.

Web Title: India’s Fuel Demand Dips 11.7 Percent In July-2020