દેશમાં એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોના દર્દીઓ સાજા થયા

india-news
|

August 05, 2020, 7:25 PM


India records highest ever single day recoveries of 51,706 patients (2).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : ભારતમાં છેલ્લા 24 કલાકમાં એક દિવસમાં સૌથી વધુ કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે. કોરોના દર્દીઓ સ્વસ્થ થવાની સંખ્યામાં 51,706 રેકોર્ડ વૃદ્ધિ નોંધાઈ છે. આ સાથે જ સ્વસ્થ થવાનો દર 67.19 ટકાની નવી ઊંચાઈએ પહોંચ્યો છે અને આમાં રોજેરોજ સુધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 12,82,215 દર્દીઓ સાજા થયા છે, જે સક્રિય કેસોની બે ઘણાથી પણ વધુ છે.

કોરોનાના દર્દીઓના સાજા થવાની વધતી સંખ્યાની સાથે સાથે ગત 14 દિવસોમાં સાજા થવાના દરમાં 63.8 ટકાની વૃદ્ધિ થઈ છે, જે દર્શાવે છે કે, કેન્દ્ર સરકાર દ્વારા “ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ” એટલે કે પરીક્ષણ, દેખરેખ, સારવારની વ્યૂહરચના હેઠળ કરાતી કોરોનાની ખરી પ્રક્રિયા અને મેનેજમેન્ટ યોગ્ય પરિણામ આપી રહ્યા છે.

જાહેર અને ખાનગી ક્ષેત્રના સામૂહિક પ્રયત્નો દ્વારા હોસ્પિટલના માળખાગત સુવિધાઓમાં મોટા પાયે હાથ ધરવામાં આવતા અને ઝડપી પરીક્ષણોથી કોરોનાથી સાજા થવાના દરમાં વધારો થયો છે, જેના કારણે છેલ્લા 14 દિવસમાં સાજા થવાનો દર 63 ટકાથી વધીને 67% પર પહોંચ્યો છે.

કોરોના બિમારીથી ઠીક થનારાઓની સંખ્યામાં સતત વૃદ્ધિની સાથે સાથે કોરોનાથી ઠીક થનારાઓની કુલ સંખ્યા અને કોરોના સક્રિય કેસોની સંખ્યા વચ્ચેનું અંતર લગભગ 7 લાખ સુધીએ પહોંચ્યું છે. આજે એક દિવસમાં રેકોર્ડ દર્દીઓ સ્વસ્થ થયા, જેના કારણે સક્રિય કેસોની સંખ્યા ઘટીને 5,86,244 (ગઈકાલે નોંધાયેલી 5,86,298થી ઓછા) પર પહોંચી છે અને આ દર્દીઓ પણ સારવાર હેઠળ છે.

Web Title: India records highest ever single day recoveries of 51,706 patients