દેશમાં ખરીફ વાવણી પૂરજોશમાં, 800 લાખ હેક્ટરમાં થયુ વાવેતર

krishi-news-gujarat
|

July 25, 2020, 3:58 PM

| updated

July 25, 2020, 3:59 PM


Kharif crop sowing touches 800 lakh hectares, up 19 per cent.jpg

નવી દિલ્હીઃ દેશમાં ખરીફ પાક (જુલાઇ-જૂન) 2020-21નું વાવેતર 24 જૂલાઇ 2020 સુધી 799.95 લાખ હેક્ટરમાં થયુ છે જે વાર્ષિક તુલનાએ વાવણીમાં 19 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે ખરીફ વાવેતર પાછલા વર્ષે સમાન સમયગાળામાં 675.07 લાખ હેક્ટરમાં થઇ હતી. ચોમાસાનું સમયસર આગમન  ખેતીની માટે પુરતા પ્રમાણમાં પાણીની ઉપલબ્ધતા તેમજ જમીનમાં ભેજનું પુરતું પ્રમાણ રહેવાથી વાવેતર વધ્યું છે. આ દરમિયાન પાક ઉપર કોઇ જીવાતના હુમલાના અહેવાલ મળ્યા નથી જોકે તીડનો હુમલાનો ખતરો હજી પણ મંડરાઇ રહ્યો છે.   

ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ કરતા 5 ટકા વધારે વરસાદ પડ્યો છે જેથી દેશમાં ખરીફ પાકોના વાવેતરની કામગીરી પુરજોશમાં ચાલતા કુલ વાવણીનો વિસ્તાર 19 ટકા વધ્યો છે.

દેશમાં મુખ્ય ખરીફ પાક ડાંગરનું વાવેતર 17.3 ટકા વધીને 220.24 લાખ હેક્ટરમાં થયુ છે. ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને તેલંગાણાંના ખેડૂતોની આવક મોટાભાગે ડાંગર ઉપર નિર્ભર છે. તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને રાજસ્થાનમાં ખેડૂતો તેલીબિયાં, કઠોળ અને જાડા ધાન્યોનું વાવેતર નોંધપાત્ર વધાર્યુ છે.

દેશમાં ખરીફ પાકોનું વાવેતર (લાખ હેક્ટર)

પાક

2020-21

2019-20

ડાંગર

220.24

187.70

તુવેર

36.80

28.10

અડદ

30.14

25.51

મગ

25.96

19.45

જુવાર

11.28

10.84

બાજરી

48.73

38.90

મકાઇ

71.26

66.45

મગફળી

42.28

27.24

સોયાબીન

114.48

97.13

તલ

7.75

7.69

કપાસ

118.03

96.35

શેરડી

51.54

51.02

Web Title: Kharif crop sowing touches 800 lakh hectares, up 19 per cent