દેશમાં બનશે 7 નવા બુલેટ ટ્રેન કોરિડોર, 300 કિમીની ઝડપે દોડશે હાઇસ્પીડ ટ્રેન

auto-news-india
|

September 03, 2020, 9:35 AM


There will be new 7 bullet train corridors in country, tender issued.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી: નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિ. (એનએચએસઆરસીએલ)એ હાઇસ્પીડ ટ્રેનોના કોરિડોરના ટેંડરના પહેલા સેટને જારી કર્યો છે. આ ટેંડર દિલ્હી-અમદાવાદ વચ્ચે દોડનારી હાઇ સ્પીડ ટ્રેનોના કોરિડોરને લઇને છે. આ ટ્રેનના રુટનું અંતર આશરે ૮૮૬ કિમી રહેશે જેમાં વચ્ચે આવનારા જયપુર-ઉદયપુરનો પણ સમાવેશ કરાયો છે. 

રેલવે દેશભરમાં આવા આઠ રુટ પર હાઇ સ્પીડ દોડાવવા માગે છે. જેમાંથી અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ ટ્રેનના કોરિડોરની કામગીરી શરૂ થઇ ગઇ છે અને હાલ કન્સ્ટ્રક્શન હેઠળ છે. જે ટેંડર બહાર પાડવામાં આવ્યા છે તેમાં રેલવે લાઇન વચ્ચે આવનારી કેનાલો, નદીઓ, રોડ-રસ્તા, હાઇવે અને બીજી રેલવે લાઇનો પરના ક્રોસિંગ બ્રિજના કન્ટ્રક્શનનો પણ સમાવેશ થાય છે.

મુંબઇ-અમદાવાદ કોરિડોર ઉપરાંત અન્ય સાત કોરિડોરની પણ તૈયારી ચાલી રહી છે. જેમાં દિલ્હી-નોઇડા-આગ્રા-લખનઉ-વારાણસી(૮૬૫ કિમી), દિલ્હી-જયપુર-ઉદયપુર-અમદાવાદ(૮૮૬ કિમી), મુંબઇ-નાસિક-નાગપુર(૭૫૩ કિમી), મુંબઇ-પુણે-હૈદરાબાદ(૭૧૧ કિમી), ચેન્નાઇ-બેંગાલુરુ-મૈસુર(૪૩૫ કિમી), દિલ્હી-ચંડીગઢ-લુધિયાણા-જાલંધર(૪૫૯ કિમી)નો સમાવેશ થાય છે. તેમાં દિલ્હી વારાણસી કોરિડોરની કામગીરી શરૂ થઇ ગઇ છે. સાથે જ સરકારે દાવો કર્યો છે કે અમદાવાદ-મુંબઇ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોરિડોરની કામગીરી ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આગામી છ મહિનામાં ૯૦ ટકા જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરી લેવાશે.

Web Title: Ahmedabad-Delhi high speed train will run, eight routes have been decided in the country