દેશમાં રજિસ્ટર્ડ  કુલ કંપનીઓની સંખ્યા 20.14 લાખ, જેમાંથી 7.4 લાખથી વધુ બંધ

msmes
|

July 22, 2020, 5:13 PM

| updated

July 22, 2020, 5:39 PM


20.14 Lakh Registered Companies In The Country, More Than 7.4 Lakh Closed.png

www.vyaapaarsamachar.com

  • જૂનના અંત સુધીમાં રજીસ્ટ્રર્ડ કંપનીઓની કુલ સંખ્યા 20 લાખને પાર
  • ડેટા અનુસાર જૂન 2020માં 10,954 કંપનીઓનું રજિસ્ટ્રેશન થયું હતું
  • એક વર્ષ અગાઉ જૂનમાં 9,619 કંપનીઓનું રજિસ્ટ્રેશન થયું હતું
  • આ વર્ષે જૂનમાં 3,399 કંપનીઓનું રજીસ્ટ્રેશન થયું
  • 20 જૂન સુધીમાં 20.14 લાખથી વધુ કંપનીઓનું રજીસ્ટ્રેશન, જેમાંથી 7.46 લાખથી વધુ બંધ

નવી દિલ્હી : સરકારી આંકડા મુજબ જૂનના અંત સુધીમાં દેશમાં નોંધાયેલ કંપનીઓની કુલ સંખ્યા 20 લાખને પાર થઈ ગઈ છે, જેમાંથી 7.4 લાખથી વધુ કંપનીઓ વિવિધ કારણોસર બંધ થઈ ગઈ. તાજેતરમાં જ કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 30 જૂન સુધીમાં 12.15 લાખથી વધુ કંપનીઓ કાર્યરત હતી કે સક્રિય હતી.

સામાન્ય રીતે જે કંપનીઓ નિયમિતપણે મંત્રાલયને જરૂરી દસ્તાવેજો અને માહિતી પ્રદાન કરે છે, તેવી કંપનીઓ જ સક્રિય કંપનીઓ કહેવાય છે. કોર્પોરેટ અફેર્સ મંત્રાલય કંપની એક્ટનો અમલ કરે છે. મંત્રાલય લિમિટેડ લાયેબલિટી પાર્ટનરશીપ (LLP) એક્ટ પણ લાગુ કરે છે.

ડેટા અનુસાર જૂન 2020માં 10,954 કંપનીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. આ કંપનીઓની કુલ અધિકૃત મૂડી 1,318.89 કરોડ રૂપિયા છે. એક વર્ષ અગાઉ જૂનમાં 9,619 કંપનીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. આ વર્ષે જૂનમાં 3,399 કંપનીઓનું રજીસ્ટ્રેશન થયું. જ્યારે મેન્યુફેક્ચરિંગમાં 2360 કંપનીઓ, કારોબારમાં 1499 કંપનીઓ, કમ્યુનિટિમાં, પર્સનલ અને સોશ્યલ સર્વિસીસ સેક્ટરમાં 1411 કંપનીઓ અને બાંધકામ ક્ષેત્રમાં 644 કંપનીઓનું રજિસ્ટ્રેશન નોંધાયું છે.

મંત્રાલયના કોર્પોરેટ સેક્ટર અંગે તાજેતરમાં બહાર પાડવામાં આવેલા માસિક માહિતી બુલેટિન અનુસાર, 20 જૂન-2020 સુધીમાં કુલ 20 લાખ 14 હજાર 969 કંપનીઓનું રજીસ્ટ્રેશન થયું હતું, જેમાંથી 7 લાખ 46 હજાર 278 કંપનીઓ બંધ થઈ ગઈ છે. જ્યારે કંપની એક્ટ 2013 હેઠળ 2,242 કંપનીઓને નિષ્ક્રિય જાહેર કરવામાં આવી છે. ઉપરાંત 6,706 કંપનીઓ ફડચાની પ્રક્રિયામાં છે જ્યારે 43,770 કંપનીઓની નોંધણી રદ થવાની પ્રક્રિયામાં છે. ત્યારબાદ 30 જૂન સુધીમાં 12 લાખ 15 હજાર 973 કંપનીઓ સંપૂર્ણપણે સક્રિય છે.

Web Title: The Total Number Of Registered Companies In The Country Is 20.14 Lakh, Out Of Which More Than 7.4 Lakh Are Closed