નવા સપ્તાહની મંદ શરૂઆત: નિફટી 80 અંક તૂટ્યો, સેન્સેકસે 38,000ની સપાટી ગુમાવી

share-market-news-india
|

July 27, 2020, 10:25 AM


Market Slips From Day High Sensex Up only 50 pts, Bank Erase Early Gains.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : વૈશ્વિક બજારની અનિશ્ચિત્તાઓ અને વધી રહેલ સરહદી-વેપારી તણાવને પગલે નવા સપ્તાહની શરૂઆત ભારતીય માર્કેટ માટે મંદ રહી હતી. રિલાયન્સની તેજીને પગલે સવારે પા ટકાના ઘટાડે ટ્રેડ કરી રહેલ બેંચમાર્ક ઈન્ડાયસિસ રિલાયન્સની પીછેહઠને પગલે એકાએક ગગડ્યા હતા.

સેન્સેકસ અને નિફટી ઈન્ટ્રાડેમાં 0.90%થી વધુ ગગડ્યા હતા. ઈન્ટ્રાડેમાં 37,770ના લેવલ સુધી ઘટ્યા બાદ હવે સેન્સેકસ 10.10 કલાકે 0.78%, 295 અંક નીચે 37,833ના લેવલે ટ્રેડ કરી રહ્યું છે. નિફટી પણ 11,100ની સપાટી તોડીને હવે 80 અંક નીચે 11,115ના લેવલે ટ્રેડ થઈ રહ્યાં છે.

Web Title: Market Start New Week on Negative Note: Nifty Tank 80 Pts, Sensex Slip Below 38K