નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર 

india-news
|

July 29, 2020, 5:00 PM

| updated

July 29, 2020, 5:12 PM


Modi cabinet approves new education policy.png

vyaapaarsamachar.com

અમદાવાદ :  કેન્દ્રીય કેબિનેટે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી રમેશ પોખરીયલ નિશંકે આજે માહિતી આપી હતી. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પ્રસ્તાવ મૂક્યો હતો કે મંત્રાલયનું હાલનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવે. મોદી પ્રધાનમંડળે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સાથે નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપવામાં આવી હતી. હવે સમગ્ર ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે એક જ નિયમનકારી સંસ્થા હશે જેથી શિક્ષણ ક્ષેત્રેની અરાજકતા દૂર થઈ શકે.  

આજે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાનો પ્રકાશ જાવડેકર અને રમેશ પોખીરિયાલે  સંયુક્ત રૂપે તેની જાહેરાત કરી હતી.  આ ઘોષણા દરમિયાન કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા આયોજિત બ્રીફિંગ કાર્યક્રમમાં મંત્રીઓ ઉપરાંત સચિવ અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ હાજર હતા.

ઉચ્ચ શિક્ષણમાં સુધારા

ઉચ્ચ શિક્ષણમાં હવે બહુવિધ પ્રવેશ અને બહાર નીકળવાના વિકલ્પો આપવામાં આવશે. પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ કરનારાઓએ એમફિલ કરવાનું રહેશે નહીં. કોલેજોને એક્રિડેશનને  સ્વાયતત્તા આપવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ માટે એક જ રેગ્યુલેટર હશે. હાલમાં યુજીસી, એઆઈસીટીઇ સામેલ છે. જો કે આમાં કાનૂની અને તબીબી શિક્ષણનો સમાવેશ કરવામાં આવશે નહીં.    

સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ માટે શિક્ષણ ધોરણ સમાન રહેશે. રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન (એનઆરએફ) ની સ્થાપના કરવામાં આવશે જે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપશે.  

આ ઉપરાંત ટેકનોલોજી દ્વારા પીડબ્લ્યુડીમાં શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે. ઇ-અભ્યાસક્રમો આઠ મુખ્ય પ્રાદેશિક ભાષાઓમાં વિકસિત કરવામાં આવશે. રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી મંચ (NETF) ની સ્થાપના કરવામાં આવશે.

અગાઉ એચઆરડી મંત્રાલયે કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં ઘડવામાં આવી હતી અને 1992માં તેમાં સંશોધન કરવામાં આવ્યું હતું.  શિક્ષણ નીતિ ઘડયા બાદ  આજે ત્રણ દાયકા કરતાં વધુ સમય વીતી ગયો છે. પરિવર્તનને ધ્યાનમાં રાખીને નવી શિક્ષણ નીતિ જરૂરી છે.

શાળાકીય શિક્ષણમાં સુધારા 

અર્લી ચાઈલ્ડહુડ કેર & એજ્યુકેશન માટે કૈરિકુલમ NCERT દ્વારા તૈયાર થશે. તેને 3થી 6 વર્ષના બાળકો માટે તૈયાર કરવામાં આવશે. બુનિયાદી શિક્ષણ (6થી 9 વર્ષ માટે) માટે ફાઉન્ડેશનલ લિટરેસી & ન્યૂમેરસી પર નેશનલ મિશન શરુ કરવામાં આવશે. અભ્યાસની રૂપરેખા 5 3 3 4ના આધારે તૈયાર કરવામાં આવશે. જેમાં અંતિમ 4 વર્ષ ધો.9થી 12 સામેલ છે.

વિશેષ પ્રવૃત્તિઓને મુખ્ય કારિક્યુલમમાં સમાવવામાં આવશે. હોશિયાર બાળકો અને બાળકી માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. વર્ગ 6 પછીથી જ વૉકેશનલને ઉમેરવામાં આવશે. એક નવું રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે જેમાં ઇસીઇ, શાળાઓ, શિક્ષકો અને એડલ્ટ એજ્યુકેશન ઉમેરવામાં આવશે.

Web Title: Modi cabinet approves new education policy