નાણાંમંત્રીએ જણાવ્યું, આત્મનિર્ભર ભારત પેકેજની કેવી અને કેટલી થઈ રહી છે અસર…

india-news
|

July 22, 2020, 8:25 PM

| updated

July 22, 2020, 8:27 PM


Government Open To Take More Steps To Support Industry, Say FM.jpg

www.vyaapaarsamachar.com

 • અર્થવ્યવસ્થાને ઝડપી બનાવવામાટે સરકાર વધુ નિર્ણયો લેવા તૈયાર
 • ઘણા સંકેતો જોતા અર્થતંત્રમાં સુધારો દેખાઈ રહ્યો છે : નાણામંત્રી
 • સરકાર સારા પરિમામ માટે તમામ વ્યક્તિઓ સાથે મળીને કામ કરવા ઈચ્છુક
 • અર્થવ્યવસ્થામાં ઝડપી સુધારા પાછળ કૃષિ ક્ષેત્રનું મહત્વનું યોગદાન

નવી દિલ્હી : કોરોના સંકટના કારણે મોટાભાગના ઉદ્યોગો પાટા પરથી ઉતરી ગયા છે તો મધ્યમ વર્ગની પણ આર્થિક કમર તુટી ગઈ છે. અર્થવ્યવસ્થા સહિત આ સ્થિતિઓ સુધારવા થોડાક મહિના પહેલા વડાપ્રધાન મોદીની સરકારે 20 લાખ કરોડ રૂપિયાનાં રાહત પેકેજની જાહેરાત કરી હતી. સીતારમણે ઈન્ડિયા આઇડિયાઝ સમિટમાં જણાવ્યું કે, કોવિડ-19 ના આર્થિક પ્રભાવને પહોંચી વળવા સરકાર દ્વારા જાહેર કરાયેલ રૂ.20.97 લાખ કરોડના પ્રોત્સાહન પેકેજ (આત્મનિર્ભર ભારત પેકેજ) હેઠળ MSME (સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો) સહિતના વિવિધ ક્ષેત્રો પર સકારાત્મક અસર પડી છે. તેમણે કહ્યું કે, અર્થતંત્રમાં ઝડપી અને સતત સુધારણા થાય તે માટે સરકાર ઉદ્યોગ સાથે મળીને કામ કરશે. આ જાહેરાત કરાયા બાદ નાણામંત્રી નિર્મલા સીતારામને અર્થતંત્રને પાટે ચઢાવવા વિવિધ યોજનાનો અમલ શરૂ કરી દીધો હતો. આ બુસ્ટર ડોઝ બાદ અર્થતંત્ર ફરી પાટા પર ચઢી રહ્યું રહ્યું છે. હવે ફરીથી અર્થતંત્રને વેગવંતુ બનાવવા નાણામંત્રી નિર્મલા સીતારામને બુસ્ટર ડોઝનો રોડ મેપ તૈયાર કર્યો છે.

સૌથી વધુ ધ્યાન કૃષિ ક્ષેત્ર પર

 • નવીપોલીસીના અનુસંધાને નાણામંત્રી દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.આ જાહેરાતોનાં પાયામાં ખેતી, ઉર્જા અને રીટેલ ફાયનાન્સર સેકટર હતા.
 • 20 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યા બાદ હવે નાણામંત્રી દ્વારા નવી પોલીસી ઘડી કાઢવામાં આવી છે જેમાં ખેતી ક્ષેત્રને હરોળનું ક્ષેત્ર રાખવામાં આવશે.
 • અર્થતંત્રને વેગવાન બનાવવા વિજળી-ઈંધણની માંગ, આંતર જીલ્લા મૂવમેન્ટ અને ફાયનાન્સીયલ લેવડ-દેવડને કેન્દ્રમાં રાખવામાં આવશે.

અર્થતંત્રમાં ખેતીનો ફાળો ખુબ જ મોટો

 • દેશનાં અર્થતંત્રમાં ખેતીનો ફાળો ખુબ જ મોટો રહ્યો છે. દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી દેશનું અર્થતંત્ર ખેતી આધારીત રહ્યું છે. દેશનાં અર્થતંત્રમાં 65 ટકા ફાળો ખેતીનો રહ્યો છે.
 • ખેતી થકી વિકાસ સાધવા માટે સરકારે રોડ મેપ તૈયાર કર્યો હતો જેના માટે મહત્વની જાહેરાત નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કરવામાં આવી હતી.
 • અગાઉ નાણામંત્રીએ કહ્યું હતું કે, દેશનું કૃષિ સેકટર અર્થતંત્રનાં વિકાસમાં પાયાની ભૂમિકા ભજવી રહ્યું છે જો ઈકોનોમીને બુસ્ટર ડોઝ આપવા સરકાર કોઈપણ પગલા ભરવામાં શરમ અનુભવશે નહીં.
 • કૃષિ ક્ષેત્ર અત્યાર સુધી દેશનાં મહત્વનું રહ્યું છે ત્યારે આગામી સમયમાં પણ વિજ માંગ, ઈંધણની માંગ, વપરાશ, આંતર રાજય ગતિવિધિઓને પાયામાં રાખવામાં આવશે.

Web Title: Government Open To Take More Steps To Support Industry, Say FM