નાણાં કમાવવા પરચુરણ કિંમત ધરાવતા શેરમાં રોકાણ વધ્યું 

share-market-news-india
|

July 24, 2020, 2:44 PM


Rookie Indian investors are playing a dangerous game – investing in penny stocks.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ભારતના રિટેલ રોકાણકારો શેરબજારમાં નાણાં કમાવવા માટે ઓછી કિંમતો ધરાવતા પરચુરણ શેર પર પોતાનો દાવ લગાવી રહયા છે.  શેરબજારમાં રૂ.5થી નીચેની કિંમત ધરાવતાં 800 શેરનો કસ્ટમ ઇન્ડેક્સ આ વર્ષે એસ&પી બીએસઈ સેન્સેક્સ સૂચકાંકમાં 33 ટકા વધી ગયો છે. જૂન માસમાં આ ઇન્ડેક્સ સેન્સેક્સની સરખામણીએ આશરે 10 ગણી ઝડપે વધી ગયો છે.

દેશમાં અભૂતપૂર્વ ગતિએ નવા ટ્રેડિંગ એકાઉન્ટ ખુલી રહ્યા છે તેવા સમયે શેરોનું આઉટપર્ફોમન્સ પણ જોવા મળ્યું છે. રોબિનહુડ સહીતના અમેરિકી બ્રોકરેજમાં રેકોર્ડ સાઈનઅપ દર્શાવી રહયા છે. કોટક સિક્યુરિટીઝ લિમિટેડના રુષમિક ઓઝાના જણાવ્યા અનુસાર રોકાણકારો કોરોના વાયરસના વધતા કેસ, હાઈ વેલ્યુ અને બેન્કિંગને અવગણીને ટ્રેડિંગ કરી રહ્યા છે. આ સ્થિતિમાં શેરબજારમાં રોકાણ કરવું સૌથી વધુ જોખમી છે.

કોરોનાથી થયેલા મૃત્યુમાં ભારત હવે છઠ્ઠા ક્રમે આવી ગયું છે અને દેશની જીડીપી ચાર દાયકાના તળિયે પહોંચવાની શક્યતા છે. જોકે આમ છતાં રોકાણકારોએ નાદાર તેમજ ઓછી કિંમતોના શેર ખરીદવાનું ચાલુ રાખ્યું છે. મુંબઈ સ્થિત શેર ડીપોઝટરીના આંકડાઓ અનુસાર માર્ચમાં 26 લાખ નવા ખાતા ખુલ્યા છે. અત્રે નોંધનીય છે કે આ 800 શેરોમન પાંચમા હિસ્સાના શેરોની કંપનીઓની આવક શૂન્ય છે.

Web Title: Rookie Indian investors are playing a dangerous game – investing in penny stocks