નાણાં ભીડ વધી, લોકો મ્યુ.ફંડમા રોકેલી બચત ખર્ચવા મજબૂર

mutual-fund-news-india
|

July 28, 2020, 6:52 PM

| updated

July 28, 2020, 6:54 PM


Money Crisis Mutual funds may witness first monthly withdrawals in four years.jpg

મુંબઇઃ કોરોના વાયરસની મહામારી અને તેના રોકવા જાહેર કરાયેલા લોકડાઉનથી ગંભીર આર્થિક સંકટ સર્જાઇ રહ્યુ છે. જેની સીધી અસર લોકોની બચત ઉપર પડી છે. સતત નવું મૂડીરોકાણ મેળવતા ભારતના ઇક્વિટી મ્યુ. ફંડ્સ ચાર વર્ષથી વધુ સમયગાળા બાદ પ્રથમવાર માસિક નેટ આઉટફ્લો દેખાડી શકે છે, કારણ કે, રોકાણકારો આ મહામારીને લીધે સર્જાયેલી નાણાકીય તંગીને દૂર કરવા માટે તેમાથી નાણાં ઉપાડી રહ્યા છે, તો બીજી બાજુ શેરબજારમં વધુ મૂડીરોકાણ કરવાનું બંધ કર્યુ છે.

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટના એમડી અને એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના ચેરમેન નિલેશ શાહે જણાવ્યુ કે, જુલાઇ મહિનામાં સ્ટોક પ્લાનમાં 10 અબજ રૂપિયાનો ચોખ્ખો ઉપાડ જોવા મળી શકે છે. જે માર્ચ 2016 પછીનો પ્રથમ નેટ આઉટફ્લો હશે. જુલાઇ મહિનાના AMFIના આંકડા આગામી મહિનાની શરૂઆતમાં જાહેર થશે.  

શાહે વધુમાં જણાવ્યુ કે, થોડાક સુધારા બાદ પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે અને અન્ય લોકો બેન્કમાંથી ધિરાણ ન મળતા તેમના ધંધામાં રોકડની તંગી પૂરવા માટે વેચી રહ્યા છે. જેથી જુલાઇ મહિનામાં નેટ આઉટફ્લો જોવા મળશે.

ફંડ ફ્લોમાં સંકોચનએ ભારતના 1.9 લાખ કરોડના શેરબજાર માટે એક સાવચેતીનો સંકેત છે, જે આર્થિક અનિશ્ચિતતા અને કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોના અહેવાલ વચ્ચે માર્ચની નીચી સપાટીથી 40 ટકાથી વધુ ઉછળ્યા છે. વિદેશી રોકાણકારોએ 8.4 અબજ ડોલરની વિક્મી વેચવાલી કરી બીજી બાજુ સ્થાનિક મની મેનેજરોએ નીચલા મથાળે મોટી ખરીદી પણ કરી છે. જો જુલાઇમાં સંભવિત આઉટફ્લો આ વલણની શરૂઆત કરશે તો આગામી મહિનાઓમાં પણ ભારે આઉટફ્લો જોવા મળી શકે છે.

ચેન્નઇ સ્થિત સુંદરમ્ એસેટ મેનેજમેન્ટના એમડી સુનિલ સુબ્રમણ્યમે કહ્યુ કે, આ મહિને બજારમાં સતત વૃદ્ધિ થઇ હોવાથી મને લાગે છે ડિમ્પશન વધશે. શેરબજારમાં સુધારાની સાથે રોકાણનું મૂલ્ય અગાઉ જેટલુ થઇ જતા કેટલાક રોકાણકારો બહાર જઇ રહ્યા છે. જુલાઇમાં અત્યાર સુધી 9 ટકાની વૃદ્ધિ સાથે, સેન્સેક્સ બીજો માસિક સુધારો દેખાડી શકે છે, જે નાના રોકાણકારો અને વિદેશી ફંડોની ભાગીદારીને આભારી છે.    

Web Title: Money Crisis: Mutual funds may witness first monthly withdrawals in four years